સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

મોરબીના બે માથાભારે શખ્સો 'પાસા'માં

નવસાદ સિપાઇને સુરત અને જાવેદ મકરાણીને વડોદરા જેલમાં ધકેલી દેવાયા

મોરબી, તા.૨૦: લોકસભા ચુંટણી નજીક છે ત્યારે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને માથાભારે ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં એલસીબી ટીમે બે માથાભારે ઇસમોને જેલહવાલે કર્યા છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની એલસીબી ટીમે લોકસભા ચુંટણી  અન્વયે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલા પાસા વોરંટ બજવણી અંતર્ગત નવસાદ હુશેનભાઈ વદ્યાડીયા સિપાઈ રહે મોરબી મકરાણીવાસ વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત અને જાવેદ અખ્તર બલોચ મકરાણી રહે મોરબી મકરાણી વાસ વાળાને મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(3:47 pm IST)