સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ ઉપર હુમલો કરનારને કડક સજા કરોઃ કોંગ્રેસ-દલવાડી સમાજ દ્વારા આવેદન

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ મનુભાઈ પટેલની આગેવાનીમાં જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવીને હાર્દિક પટેલને લાફો ઝીંકનાર સામે પગલા ભરવા અને આચારસંહિતા ભંગ મુજબ સીપીસીની જોગવાઈ મુજબ પગલા ભરવા માંગણી કરી છે. તેમજ મતદાનના દિવસે પણ કોઈ સુલેહભંગ ન થાય તે માટે તકેદારીપૂર્વક આયોજન કરવા માંગણી કરી છે. આ ઉપરાંત દલવાડી સમાજે પણ સમર્થન આપ્યુ હતું અને ભાજપની કેન્દ્ર તથા રાજ્ય સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(3:47 pm IST)