સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

હળવદમાં પ્રજાપતિ સમાજ દ્વારા ચામુંડા માતાજીનો નવચંડી યજ્ઞ

 હળવદઃ પ્રજાપતિ સમાજના ખોખર પરીવાર દ્વારા હળવદમાં ચામુડા માતાજીના મઢે ભવ્ય ધાર્મિક કાર્ય માતાજીનો નવરંગી માંડવો અને પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેના યજમાનો મનીષભાઈ બાબુભાઈ, દિનેશભાઈ ગુણવંતભાઈ , રાજેશ ભાઈ રમેશ ભાઈ પ્રકાશભાઇ ઇશ્વરભાઇ,કલ્પેશભાઇ મગનભાઈ, અજયભાઈ ત્રિભુવનભાઈ, નિલેશભાઈ મનસુખભાઈ, વિનોદભાઈ બળદેવભાઈ સહિતના લોકો આ ધર્મ કાર્યમાં જોડાયા હતા શાસ્ત્રી તરીકે પ્રવીણભાઇ દવેએ સેવા આપી હતી. તેમજ રાત્રે ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા રાવળદેવ તરીકે ભરતભાઈ માથક વાળા ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાબુભાઈ બળદેવભાઈ ખોખર તથા પંચના ભુવા શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો મનસુખભાઈ, ત્રિભુવનભાઈ, રતિલાલ ભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુરેન્દ્રનગર થાન લીમડી અમદાવાદ રાજકોટ જામનગર મોરબી સહિતના શહેરોમાંથી પણ લોકો આવીને ઉપસ્થિત રહ્યા હતા ધાર્મિક કાર્યમા ખોખર પરિવારના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્વીર(તસવીર હરીશ રબારી હળવદ)

(12:19 pm IST)