સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

ભુજ- રૂકસાના હત્યા કેસના ૩ આરોપીઓના જામીન નામંજૂરઃ પૂર્વ નગરસેવક ઉપરના હુમલાના ૯ આરોપીઓ વોન્ટેડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૨૦: (ભુજ) ભુજના ટોક ઓફ ધ ટાઉન બનેલા બે બનાવો સંદર્ભે કોર્ટના ચુકાદો અને પોલીસે હાથ ધરેલી કામગીરી ચર્ચામાં છે. પહેલાં વાત કરીએ રૂકસાના હત્યા કેસની. તો, ભુજના ૮ મા અધિક સેશન્સ જજ આશિષ મલ્હોત્રાએ ત્રણ આરોપીઓ (૧) સબીરહુસેન જુસબ માંજોઠી (૨) અલ્તાફ અયુબ (૩) મામદ ઓસમાણ કુંભારની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર તરફે દલીલો મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કરી હતી. ગત તા/૧૪/૧૨/૧૮ ના પોતાની પત્ની રૂકસાના ગુમ થઈ છે એવી ફરિયાદ કરનાર તેના પતિ ઇસ્માઇલ માંજોઠી સહિત કુલ ૭ આરોપીઓની એલસીબી પોલીસે તા/૧૯/૩/ ૧૯ ના રૂકસાનાની હત્યા કરવા બદલ ધરપકડ કરી હતી. આ કિસ્સામાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી ઔસુરાએ તપાસ દરમ્યાન આ ચકચારી બનાવ હત્યા હોવાનું શોધી કાઢ્યું હતું. કોર્ટમાં જમીન અરજી કરનારા ત્રણેય આરોપીઓ ઉપર રૂકસાનાના પતિ ઇસ્માઇલ માંજોઠીના ઈશારે હત્યાના પુરાવાઓ નાશ કરવાનો આરોપ છે. જે બલેનો કારમાં રૂકસાનાની હત્યા કરાઈ હતી તે કારમાં અને સીટ કવર ઉપર પડેલા લોહીના ડાદ્ય સાફ કરી સબીર હુસેન અને અલતાફે એ કાર ને ફરી આરટીઓ રિલોકેશન સાઈટ ઉપર મૂકી દીધી હતી. તો, રૂકસાનાની લાશ જયાં દાટવામાં આવી હતી ત્યાંથી ઓસમાણે કાઢીને તે લાશને સીમંધર સિટીમાં બની રહેલા અરવિંદસિંહ જાડેજાના મકાનના પાયામાં દાટી દીધી હતી. જામીન અરજી દરમ્યાન આ ત્રણેય આરોપીઓ દ્વારા તેમના ઉપર હત્યાના ગુનાની કલમ દાખલ ન હોવાની દલીલો કરાઈ હતી. જોકે, જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આરોપીઓ હત્યા વિશે જાણતા હોવા છતાંય તે અંગે પોલીસને જાણ કરવાને બદલે તેમણે હત્યાના પુરવાઓનો નાશ કર્યો એ દ્યટના ગંભીર હોવાની દલીલો કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.

ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ અંકુર પ્રજાપતિએ ગત તારીખ ૨૭/૩/૧૯ ના કચ્છ યુનિવર્સિટીમાં પૂર્વ નગરસેવક હમીદ ભટી ઉપર થયેલા હુમલાના કેસમાં વોન્ટેડ ૧૧ આરોપીઓને પકડવા માટેઙ્ગ સૂચનાઓ જારી કરી છે. હુમલા કેસના ભાગેડુ આરોપીઓ (૧) મુજાહિદ અલીમામદ હિંગોરજા, ભુજ (૨) રઝાક અલીમામદ બાફણ, ભુજ (૩) મોસીન સાડ (ગાંધી), ભુજ (૪) રફીક અબ્દુલા સના, કમાગુના,ભુજ (૫) અબ્બાસ ઉર્ફે અભાયા સમા, ભુજ (૬) જુણસ હિંગોરજા, ભુજ (૭) ઇસ્માઇલ જુમા હિંગોરજા, ભુજ (૮) યાસર અલીમામદ હિંગોરજા, ભુજ (૯) નદીમ સના, ભુજ (૧૦) હમીદ સુલેમાન કકલ, ભુજ (૧૧) રફીક ઇબ્રાહિમ બાફણ, ભુજ તેમ જ અન્ય આરોપીઓ ને કોઈએ પણ આશરો આપવો નહીં. તેમના વિશે પોલીસને જાણ કરવી. જો, કોઈ પણ વ્યકિત ઉપરોકત ભાગેડુ આરોપીઓને આશરો આપશે તો તેમને પણ આરોપી ગણી તેમની વિરુદ્ઘ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસે ચીમકી આપી છે. ભુજ બી ડિવિઝન પોલીસે કોઇને પણ આ આરોપીઓ વિશેઙ્ગ જાણકારી હોય તો મોબાઈલ નંબર ૮૯૮૦૮૮૮૮૮૬ અથવા તો લેન્ડ લાઈન નંબર ૦૨૮૩૨૨૨૩૧૫૦ ઉપર જાણ કરવા અપીલ કરી છે.

(12:12 pm IST)