સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

માળીયા મિંયાણા પોલીસે ખાખરેચીના બેચરને દેશી બંદૂક સાથે ઝડપી લીધો

મોરબી તા. ર૦ :.. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ ટીમો સતત પેટ્રોલીંગ કરીને ગેરકાયદેસર પ્રવૃતિ રોકવા મથામણ કરી રહી છે જેમાં માળીયા મિંયાણા પોલીસે દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

મોરબી જીલ્લા એસ. પી. ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળીયા પીએસઆઇ જે. ડી. ઝાલાની ટીમના પરાક્રમસિંહ ઝાલા, લાલભા ચૌહાણ, રણજીતસિંહ રાઠોડ અને વિનુભાઇ ચાવડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ખાખરેચી ગામના હરીજન વાસ પાસે રહેતા બેચરભાઇ મેરૂભાઇ વડદોડીયાના ઘરે દરોડો કરતા દેશી બનાવટની બંદુક મળી આવતા બંદુક કિંમત રૂ. ર૦૦૦ વાળી જપ્ત કરી આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:11 pm IST)