સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

લોકસભા ચૂંટણી આડે ૩ દિ': મતદારોને રીઝવવા ભાજપ-કોંગ્રેસના પ્રયાસો

જામજોધપુર તા. ર૦ :.. લોકસભાની ચૂંટણીને મતદાને હવે ૩ દિવસ જ બાકી છે તેમજ પ્રચાર પ્રસાર બંધ થવાને આડે ગણત્રીના કલાકો જ બાકી હોય ભાજપ - કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાડયુ છે.

અમુક નેતાઓ દ્વારા પોતાનું રાજકીય અસ્તીત્વ ટકાવવા બેફામ ચર્ચાઓ ચાલુ કરી દીધી છે. શહેરમાં ચારેકોર ખાણીપીણીના રસોડા, ખુલી ગયા છે. રાજકીય પક્ષોમાં અંદર ખાતે ભાંગફોડ શરૂ થઇ ગઇ છે.

મતદારોને રીઝવા અનેક નુસકા થઇ રહ્યા છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચે થતા 'તાવા' અને બહોળી સંખ્યામાં ગ્રુપ સભામાં થતું માણસોથી ચૂંટણી તંત્ર અજાણ છે કે આવા કાર્યક્રમોની જાણી જોઇને મંજૂરી લેવાયમાં આવતી નથી આવા કાર્યક્રમો પુરા થવાનો કોઇ સમય મર્યાદા હોતી નથી. તેમજ ગ્રુપસભા કે પ૦૦ થી વધુ માણસો ભેગા થાય માઇક વગાડવાનું હોય ત્યાં મંજૂરી જરૂરી છે.

(12:10 pm IST)