મોરબીમાં વસીમ દલ પર છરીથી હુમલો
નહેરૂ ગેઇટ પાસેકરણ ખોજાએ છરી ઝીંકીઃ ઇજાગ્રસ્ત વસીમ રાજકોટ હોસ્પીટલમાં
મોરબી, તા., ૨૦: મોરબીના નહેરૂ ગેઇટ ચોક નજીક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો છે.મળતી વિગત મુજબ મોરબીના નાની બજાર વિસ્તારનો રહેવાસી વસીમ જુમા દલ (ઉ.વ.ર૮) નામના યુવાન પર નહેરૂ ગેટ પાસે છરી વડે અજાણ્યા શખ્સે હુમલો કરતા તેને મોરબી સીવીલ હોસ્પીટલમાં પ્રાથમીક સારવાર આપ્યાબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
રાજકોટ હોસ્પીટલના બિછાને ઇજાગ્રસ્ત વસીમ જુમાએ કરણ ખોજાએ છરી વડે હુમલો કર્યાનું જણાવ્યું હતું. પોલીસે વસીમની ફરીયાદપરથી કરણ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રંગપર બેલા પાસે કાર સળગી ગઇ
મોરબીના રંગપર બેલા નજીક પસાર થતી એક કારમાં આગ ભભુકતા ફાયરની ટીમ દોડી ગઇ હતી. જો કે કાર બળીને ખાક થઇ ગઇ હતી. સદનસીબે કોઇને ઇજા પહોંચી નથી.