સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

કચ્છમાં અકસ્માતમાં કલેકટર કચેરીના કલાર્ક લીંબડી પંથકના રવિરાજસિંહ રાણાનું મોત

બે વ્યકિતને ઈજા થતા સારવારમાં

ભૂજ, તા. ર૦:  (ભુજ) ભુજ માધાપર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલી પાસે રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભુજની કલેકટર કચેરીમાં કામ કરતા એક યુવાન કર્મચારીનું મોત નીપજયું હતું. જયારે અન્ય બે યુવાન કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બ્રેઝા કાર લઈને માધાપર હાઈ વે હોટલ ઉપર જમવા માટે નીકળેલા કલેકટર કચેરીના આ ત્રણેય કલાર્કની મારુતિ બ્રેઝા કાર ઞ્થ્ ૦૫ થ્ય્ ૮૭૩૬ બાપા સીતારામ મઢુલી પાસે પહોંચી ત્યારે એકાએક રસ્તાની વચ્ચે આવી ગયેલા બાઇક સવારને બચાવવા જતાં ચાલક કિરણસિંહ વિસાજી ચૌહાણે કાર ઉપર થીઙ્ગ કાબૂ ગુમાવતાં કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી. જેને કારણે કારમાં બેઠેલા ત્રણેયને ઈજાઓ થઈ હતી.ઙ્ગ

આ અકસ્માત સમયે ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને શૈલેન્દ્ર ઉપાધ્યાય ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ, કારમાં પાછળ બેઠેલા કલેકટર કચેરીના મેજિસ્ટ્રીયલ બ્રાન્ચના કલાર્ક ૩૦ વર્ષીય રવિરાજસિંહ જગદીશસિંહ રાણા નું માથામાં ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજયું હતું. જયારે કલેકટર કચેરીના મહેસુલ શાખાના કલાર્ક શિવાજી શંકરજી રાજપૂત (ઉ.૨૫) અને ખાણ ખનીજ વિભાગના કલાર્ક કિરણસિંહ વિસાજી ચૌહાણ (ઉ.૨૯) ને ઈજાઓ થઈ છે. તે બન્ને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભુજની કલેકટર કચેરીના યુવાન કર્મચારીના મોતની દ્યટનાને પગલે કચ્છના સરકારી કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતની દ્યટના સંદર્ભે મૃતક યુવાન રવિરાજસિંહ રાણા ના મામા અને માંડવીના રાજકીય આગેવાન દશરથસિંહ જાડેજાએ બેદરકારીપૂર્વક કાર ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવાબદલ કિરણસિંહ ચૌહાણ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ લખાવી છે. મૃતક રવિરાજસિંહ રાણા સુરેન્દ્રનગરના લીંબડીના ટીમલા ગામના વતની હતા. ભુજની કલેકટર કચેરીની મેજિસ્ટ્રીયલ શાખામાં ફરજ બજાવતા હતા. તેઓ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. ચંદ્રસિંહ જાડેજા અને માંડવીના રાજકીય આગેવાન દશરથસિંહ જાડેજા (કોજાચોરા, માંડવી) ના ભાણેજ હતા.

(12:07 pm IST)