મોટી પાનેલીમાં પૂ. વેલનાથબાપુ જન્મજયંતિની ઉજવણી હજારોની સંખ્યામા કોળી સમાજની ઉપસ્થિતિ
મોટી પાનેલી, તા. ર૦ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ ખાતે કોળી સમાજના પૂજનીય સંત શ્રી વેલનાથબાપુની જન્મજયંતિ પ્રસંગે આજરોજ ભવ્ય સરદ્યસ કાઢવામાં આવેલ સાથેજ પૂ. બાપુનો હોમાત્મક યજ્ઞ નુ આયોજન કરી સમસ્ત કોળી સમાજે હજારોની સંખ્યામા ઉપસ્થિત રહી સાથે પ્રસાદી લીધેલ ત્યારબાદ પૂ. બાપુનો રથ પુરા ગામમાં ફેરવી તમામ કોળી સમાજના યુવાનો બહેનોએ ડીજેના તાલે પ્રાચિન રાસ ની રમઝટ બોલાવી હતી પૂ. બાપુનો રથ ગામના મેઈન ચોક લીમડા ચોક પહોંચતા ત્યાં અત્રેની શ્રી સરસ્વતી ધામ શાળા દ્વારા સરબત વિતરણ નુ આયોજન કરવામાં આવેલ હતું જેનો લાભ પણ તમામ સમાજના ભાઈયો બહેનોએ લીધો હતો પૂ. બાપુ નો રથ મોહનનગરમાં થઇ લીમડાચોકથી નાકાવારી માતાજીના મઢ ના દર્શન કરી કોળીવાસ મા પહોંચેલ. આ તકે સમસ્ત કોળી સમાજના આગેવાનો કાર્યકરો યુવાનોએ ભારે જહેમત ઉઠાવી પ્રસન્ગને દિવ્ય બનાવ્યો હતો તે બદલ કોળી સમાજના પ્રમુખશ્રી ભુરાભાઇ એ તમામને અભિનઁદન આપી આભાર વ્યકત કરી સમાજનો પણ આભાર વ્યકત કરેલ સાથેજ સરસ્વતી ધામ શાળા દ્વારા વિતરણ કરવામાં આવેલ સરબત માટે વિતરણ કાર્ય મા જોડાયેલ આસિફ મેર, જીગ્નેશ દાવડા, ઇમ્તિયાઝ, પ્રફુલ ફિનડોરીયા, પૂંજો હુણ, ભાવેશ તન્ના, વિજય પરમાર,ઁ અનુભાઈ વગેરે નો પણ હાર્દિક આભાર વ્યકત કરેલ.