સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

મોરબી પોલીસમાં નોંધાયેલ ફરીયાદના સંદર્ભે

બળાત્કાર કેસમાં પકડાયેલ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૨૦: બળાત્કારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબીની સેશન્સ અદાલતને ફરમાવેલ હતો.

 

મોરબી સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે તા. ૨૩-૧૨-૨૦૧૫ના રોજ આરોપીઓ (૧) દિક્ષીત પ્રવીણભાઇ સોલંકી રહે. ખંભાળીયા (ર) પ્રકાશભાઇ દાનાભાઇ પરમાર, રહે. રાજકોટ, (૩) મુકેશ જીવરાજભાઇ પરમાર, રહે. ટંકારા વાળાઓ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૬, ૫૦૬ (ર), ૧૧૪ વિગેરે મુજબની ફરીયાદ નોંધાવેલ.

સદરહું ફરીયાદ અન્વયે પી.આઇ. શ્રી. કે.સી. ઝાલાને તપાસ સોંપાતા તેઓએ લાગતા વળગતાના નિવેદન લઇ જરૂરી કાર્યવાહી કરી આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ. ત્યારબાદ મોરબીના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી રિઝવાના ઘોઘારી મેડમની કોર્ટમાં સેશન્સ કેસ ચાલી જતાં ભોગ બનનારે પોતાની જાતે જ વિરોધાભાસ ઉભો કરી પોતાના જ નિવેદન ઉપર ભરોસાપાત્રા ન રહેતા બનાવ શંકાસ્પદ અને મોડી ફરીયાદ દાખલ થયેલ હોય જેના યોગ્ય કારણો ન દર્શાવતા તથા રજુ થયેલ પુરાવાઓ તેમજ તહોમતદાર તરફે વકીલશ્રીની દલીલો વગેરે ધ્યાને લઇ તહોમતદારોના વકીલશ્રીની દલીલો માન્ય રાખી આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ તરફે રાજકોટના વકીલશ્રી જયેશ એસ. પરમાર રોકાયેલ હતાં.

(12:03 pm IST)