સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

પરેશ ધાનાણી રેંકડી પર તરબૂચ કાપીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

 

અમરેલી :અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તરબૂચની રેંકડી પર તરબૂચ કાપીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. હાલ ગરમીની સિઝનમાં રાતે લોકો પરિવાર સાથે તરબૂચની મજા માણવા જતા હોય છે. ત્યારે પરેશ ધાનાણી એક તરબૂચની રેંકડીએ પહોંચી ગયા અને તરબૂચ કાપીને લોકોની વચ્ચે જોવા મળ્યા હતા જેનો કેટલાકે વિડિઓ ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે .

(12:28 am IST)