સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th April 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકોને હજુ સુધી માર્ચ મહિનાનો પગાર ન ચુકવાતા દેકારો

ચોટીલા તા. ૨૦ : સુરેન્દ્રનગરઙ્ગ જીલ્લામાં જીલ્લા શિક્ષણ સમિતી અંતર્ગત ૯૦૦ થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલ છે જેમાં હજારો શિક્ષકો શિક્ષણકાર્યમાં તેઓની ફરજ બજાવે છે જેઓનો પગાર નિયમિત મોટા ભાગે ૭ થી ૧૦ તારીખ વચ્ચે થતો હોય છે પરંતુ ૧૮ મી એપ્રિલ સુધીમાં માર્ચ માસનો પગાર નહી થતા શિક્ષક પરીવાર કપરી સ્થિતિનો સામનો કરી રહયા છે.

ચોટીલા તાલુકાના શિક્ષણ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ ૧૪૨ શાળાઓમાં ૭૦૦ થી વધુ શિક્ષકો છે આજ સુધી ગત માસનો પગાર નહી થતા સૌથી વધુ ફિકસ પગાર ધારકો કફોડી સ્થિતિમાં મુકાયેલ છે વતનથી દુર રહેતા હોવાથી મકાનભાડા થી લઈને ધરની જવાબદારી ટુકી આવકમાં નિયમિત ચલાવતા હોય છે અને સમય સર પગાર ઉપર તેમનો વ્યવહાર ચાલતો હોય છે. ત્યારે એપ્રિલનો અડધો મહિના ઉપર જતા રહેવા છતા ગત મહિનાનો પગાર આજ સુધી પગાર નહી થતા વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શિક્ષણ વિભાગમાં તા. ૧૮ એપ્રિલ સુધી માર્ચ માસનો પગાર માત્ર ઝાલાવાડ નહી પરંતુ આખા રાજયમાં આ પરિસ્થિતિ છે.

શિક્ષણ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાતમાં પગાર પંચનો ચુકવવા પાત્ર પ્રથમ હપ્તો માર્ચ માસનાં પગાર સાથે ચુકવવાનો હોવાથી પુરતી ગ્રાન્ટ નહી હોવાથી આજ સુધી પગાર જમા થયેલ નથી.

રાજય સરકાર દ્વારા તા. ૧૭/૪ નાં દરેક જીલ્લા પંચાયતને માર્ચ પેઇડ એપ્રિલ ૧૮ સુધીનાં પગાર ભથ્થા માટે નિભાવ ગ્રાન્ટનો ૨૦૧૮/૧૯ નો પ્રથમ હપ્તા નો ગ્રાન્ટ મેમો ફાળવી દેવાયો છે જમાં પગાર સાથે બાકીના તમામ તફાવતની રકમનો સમાવેશ કરાયેલ છે જેમાં સુરેન્દ્રનગર જીલ્લામાં ૩૭ કરોડ ૮૯ લાખની ફાળવણી થયેલ છે જે જીલ્લા પંચાયત કક્ષાએ જમા થયે તાલુકા કક્ષાએ ફાળવાશે બે ચાર દિવસોમાં પગાર ચુકવાઇ જશે તેમ જાણવા મળેલ છે.(૨૧.૪)

(10:05 am IST)