સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th March 2023

જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ કેસર કેરીની હરાજીનો પ્રારંભ :400 બોક્સની આવક :10 કિલો કેરીના બોક્સના ભાવ 800થી 1500 સુધીના બોલાયા

માવઠાથી કેરીના 20 ટકા પાકને નુકસાન થયાનો અંદાજ :આ વર્ષે કેસર કેરી પ્રમાણમામં મોંધી રહેવાની ધારણા

જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ થયો છે. માર્કેટયાર્ડમાં કેસરકેરીના 400 બોક્સની આવક થવા પામી છે. 10 કિલો કેરીના બોક્સના ભાવ 800થી 1500 સુધીના બોલાયા હતા. જ્યારે છુટક કેરીના એક કિલોએ 200થી 250નો ભાવ બોલાઈ રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ જિલ્લામાં વરસેલા માવઠાથી કેરીના 20 ટકા પાકને નુકસાન થયાનો અંદાજ છે. જેના કારણે આ વર્ષે કેસર કેરી પ્રમાણમામં મોંધી રહેવાની ધારણા છે

(9:26 pm IST)