સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th March 2020

મોરબી પાસે રીક્ષામાં શાકભાજીના કેરેટમાં દારૂની હેરાફેરી થતી'તી!

સુરેન્દ્રનગરના દિનેશને ૧૧૭ બોટલ દારૂ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધો

મોરબી,તા.૨૦ :મોરબી તાલુકાન રતાવીરડા ગામે પાસેથી મોડી રાત્રે શંકાસ્પદ રીક્ષા પસાર થતા પોલીસ ચેક કરતા તેમાંથી ૧૧૭ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને પોલીસ ઝડપી લીધો હતો.

જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. વી.બી.જાડેજા ની સૂચનાથી તાલુકાના પી.એસ.આઈ રૂત્તરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલિસબ દિનેશભાઈ બાવલિયા, અમિત વાસદડિયા, કીર્તિસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, ભરતભાઈ દેથા, રમેશભાઈ મુધવા અને ચદ્રસિંહ પઢીયાર સહિતની ટિમ રાત્રીના સમયે પેટ્રોલીંગ હતી ત્યારે રતાવીરડા ગામ પાસેથી એક રીક્ષા નંબર જી.જે.૧૩ એ.વી. ૩૪૩૨ શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકી ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જેમાં શાકભાજી ના કેરેટમાં દારૂની બોટલ નગ ૧૧૭ કિંમત રૂપિયા ૩૫૧૦૦ અને રીક્ષા કિંમત રૂપિયા ૭૦૦૦૦ આમ કુલ મળી ૧,૦૫,૧૦૦ ના મુદમાલ સાથે દારૂની હેરાફેરી કરતો શખ્સ દિનેશભાઈ કૂનતિયા રહે સુરેન્દ્રનગર વાળા ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1:00 pm IST)