સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

દ્વારકાધીશજી મંદિરમાં ચીલઝડપ ટોળકીનો આંતક ઃ એકસો જેટલા ભાવિક પરિવારો બન્યો ભાગ સોનાના અલંકારો/ ખિસ્સા પાકીટ અને મોબાઇલ સહીતના સામાનની ઉઠાંતરી

દ્વારકાઃ ગુજરાત રાજય અને દેશભરના ખુણે ખુણેથી  દ્વારકાધીશજી ધામમાં ફુલડોલ ઉત્સવના દશનાર્થે આવેલા સંખ્યાબંધ ભાવિક પરિવારો ઉઠાવગીર ટોળકીનો ભોગ બન્યા છે. અને આવા પરિવારોની હાલત ખૂબ જ કફોડી બની છે.

મંદિર પરિસર તથા નિજ મંદિરમા કાળીયા ઠાકોરના દર્શન કરતા ભાવિક પરિવારોના ખીસ્સા હળવા થયા છે તો મહિલાઓ અને પુરૃષોના ગળામાં રહેલા માળા, કંઠી સોનાના ચેઇનની ચીલઝડપ સૌથી વધુ થઇ છે. મંદિર પરિસરની બહાર ઉભા કરવામાં આવેલા માહિતી કેન્દ્રમાં આજે સાંજ સુધીમા ૮૦ જેટલા પરિવારો આ પ્રકારનો ભોગ બન્યા ની નોંધ થઇ છે. તો બીજી તરફ પોલીસે  મંદિર પરિસરમાંથી એક રાજસ્થાની તસ્કર ટોળકીને પકડી પાડી છે. ઉપરાંત સાંજ સુધીમાં ૩૦ જેટલા મહિલા-પુરૃષોને શંકાસ્પદ રીતે ઝડપી લીધા છે. કેટલાક તો ભોગ બનનારાઓએ આવા તસ્કરોની ઓળખ પણ પોલીસ સમા કરી છે પરંતુ કમનસીબે  પોલીસને શંકાસ્પદ વ્યકિતઓ પાસેથી કોઇ મુદામાલ હજુ સુધી પ્રાપ્ત થયો ન હોય જેથી પોલીસની મુંઝવણ વધી છે.

છેલ્લા ૪૮ કલાકમાં દ્વારકામા લાખો ભાવિકોએ દ્વારકાધીશજીના દર્શન કર્યા છે અને મંદિર પરિસર લાંબા સમય સુધી અને વહેલી સવારથી યાત્રીઓથી ભરચક છે. આજે સવારે કપડવંજના ભીખાભાઇ રબારી જે શિક્ષક છે તેમના ધર્મપત્નીના ગળાામંાથી ચાર તોલાના સોનાના ચેનની ચીલઝડપનો બનાવ પત્રકારો સમક્ષ દ્વારકા પોલીસ સ્ટેશનમાં રજુ થયો હતો. આવા અનેક કિસ્સાના કારણે દ્વારકા ધામની ગરિમાં  બટ્ટો લાગ્યો છે.

(11:02 pm IST)