અમરેલીનું રાજકારણ ધગ્યું :સુરેશ કોટડિયાના સમર્થનમાં જિલ્લા પંચાયતના કોંગી સભ્યોની મળી ગુપ્ત મિટિંગ !!
પૂર્વ કેન્દ્રીયમંત્રી મનુભાઈ કોટડિયાના પુત્રનું નામ જાહેર થયા પહેલા મીટિંગથી ચકચાર
અમરેલી :લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના ઉમેદવારો અંગે મનોમંથન કરી રહ્યાં રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં અમરેલી બેઠક માટે કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાની જાહેરાત થઈ છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનુ કોટડીયાના પુત્ર સુરેશ કોટડીયા 2019ની લોકસભા માટે ઉમેદવાર જાહેર થાય તે પહેલાં ફતેપુર ખાતે જિલ્લા પંચાયતના કોંગ્રેસમાંથી જીતેલા 29 સદસ્યોએ ખાનગી મિટિંગ મળી હતી. આ મિટિંગમાં સુરેશ કોટડીયાના ભાઈ પ્રદીપ કોટડીયા પણ હાજર રહ્યા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ કોટડીયાના સમર્થનમાં મિટિંગ ન મળી હોવાનો નનૈયો કર્યો હતો. આ અંગે વાત કરતા સુરેશ કોટડીયાએ કહ્યું ,મેં જ જિલ્લા પંચાયતના સભ્યોને સૂચના આપીને વાતાવરણ ઉભું કરવા મિટિંગ ગોઠવી હતી.