સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

દેવભૂમિ દ્વારકા - જામનગર જીલ્લાની મુલાકાતે હાર્દિક પટેલ : ૩ જગ્યાએ કાર્યક્રમો

 ખંભાળીયા તા ૨૦  :  જામનગર સંસદની કોંગ્રેસની બેઠક માટે જેમનું નામ ચર્ચામાં છે તવા હાર્દિક પટેલનું આજે દેવભૂમિ દ્વારકા  જિલ્લામાં  અને જામનગરમા ંઆગમન થનાર છે.

હાર્દિક પટેલ જામનગર ખાતે કોર્પોરેટરો, જીલ્લા,તાલુકા પંચાયતના સભ્યો સાથે સંગઠન મુદો્દે ચર્ચા વિચારણમા કરશે

આજે સાંજ ૪.૦૦ વાગ્યેે ભાણવડ  અને લાલપુર ગામે આગેવાનો સાથે ચર્ચા કરશે.ભાણવડનો એક ખાનગી હોલમાં કોંગ્રેસના અગ્રણીને ત્યાં એક મીટીંગનું આયોજન કર્યુ છે, જેમા  કાર્યકરો ઉપસ્થિત રહેશે આ પછી તેઓ કલ્યાણપુર તથા લીંબડી જશે. લીંબડી એક બોકસાઇટ અગ્રણી આહીર આગેવાનને ત્યાં પ્રસંગમાં હાજરી આપીને પરત ફરશે.

જયારે સાંજે ખંભાળીયામાં મેરકભાઇ ચાવડાને ત્યાં પ્રસંગમાં હાજરી આપશે.

હાર્દિક જામનગરની બેઠક લડનાર હોય તથા હાર્દિક આવવાથી કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ ગેલમાં આવી ગયા છે.

(3:53 pm IST)