સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

મોટી પાનેલીઃ ગરીબ પરિવારોને ધાણી દાળિયા ખજૂર પતાસા કીટનું વિતરણ

મોટી પાનેલીઃ આગામી હોળી ધુળેટી તહેવારને અનુલક્ષી ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના સેવાભાવી યુવાનો દ્વારા પાનેલી તેમજ આજુબાજુના ગરીબ મજુર પરિવારોને ધાણી દાળિયા ખજૂર પતાસાની કીટ વિતરણ કરી કર્મયોગી કાર્ય કરવામાં આવેલ હતું. લગભગ બસો જેટલા પેકેટ બનાવી મોટી પાનેલી સાતવડી માંડાસણ ગામના આજુબાજુના ખેતરોમાં જઈને આ યુવાનોએ કીટનું વિતરણ કરતા ગરીબ મજૂરોના બાળકો ઉમંગમાં આવી ગયેલ બાળકોના માતા પિતા પણ ખુશ થઇ આ યુવાનોને આશીર્વાદ આપેલ. સેવાભાવી યુવાનો દ્વારા વર્ષોવર્ષ દરેક હિન્દુ મુસ્લિમ તહેવાર નિમિતે ગરીબ પરિવારોની સાથે રહી તહેવારોની ઉજવણી કરે છે. અમારી આ સેવા ભગવત શ્રી નારાયણના ચરણો અમે સમર્પિત કરીયે છીએ. આજના આ વિતરણ કાર્ય માં આસિફ મેર, પૂંજો હુણ (રબારી),ભાવેશ તન્ના, વિજય પરમાર વગેરે યુવાનો જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ અતુલ ચગ)

(2:32 pm IST)