સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

સુરજકરાડીમાં નવનિર્મિત રામમંદિરમાં સહયોગ આપનારને ફુલડે વધાવ્યા

મીઠાપુર, તા.૧૯: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓધોગિક શહેર મીઠાપુર નજીક આવેલા સુરજકરાડી ગામે સુરજકરાડીમાં ઘણો વર્ષો જુના આવેલા રામમંદિરને નવું સ્વરૂપ આપી શ્રી રામ ભગવાનની મૂર્તિનો પ્રાણપ્રતિસ્થનો અતિ ભવ્ય કાર્યક્રમ ઉજવાઇ ગયો. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ઓખામંડળના ઇતિહાસમાં પ્રથમ વખતજ બન્યું હોય એવી રીતે દરેક સમાજના આગેવાનો તેમજ વેપારીઓ સહર્ષ આ ધાર્મિક મહોત્સવમાં સહર્ષ જોડાયા હતા. આ સદ્કાર્યના સમાપન પછી શ્રી રામમંદિર કમિટી દ્વારા જે જે લોકોએ આ સદકાર્યમાં આર્થિક, શારીરિક કે માનસિક રીતે સાથે સહકાર આપ્યો હોય તેવા લોકોને સન્માનિત કરી આવા કર્યો ફરીથી થતા રહે તે માટે આરંભડા નજીક આવેલા ભવનાથ મહાદેવના મંદિરે એક સન્માન સમારોહ આયોજિત કર્યો હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય પબુભા વિરમભા માણેકના સુપુત્ર સહદેવસિંહ પબુભા માણેક હાજર રહ્યા હતો તેઓ એ પોતાના વકતવ્યમાં સનાતન ધર્મના મહત્વ અને તેના કેવી રીતે સાચવવા પર વજન મુકયું હતું. આ ઉપરાંત જે લોકોએ આ શ્રી રામમંદિરના કોઇ પણ કાર્યમાં કોઇ પણ રીતે સાથ સહકાર આપ્યો હોફ તેવા લોકોને નવનિર્મિત રામમંદિરની છબી તેમજ ઉપરણાથી સન્માનિક કરાયા હતા. આ સમગ્ર આયોજનમાં શ્રી રામમંદિર કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ હતી.

(2:08 pm IST)