સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

ઉનામાં નાળિયેરની કાચલીમાંથી કલાત્મક વસ્તુઓ બનાવતા અજયભાઇ પંડયા

પ્રદર્શનમાં ટેબલ લેમ્પ, ફાનસ, ચાની કીટલી, સહિત વસ્તુઓનું આકર્ષણ : લોકો ઉમટી પડયા

ઉના તા ૨૦ :  ખાદી ભંડારમાં નોકરી કરતા યુવાન અજયભાઇ ધીરજલાલ પંડયા એ અંતરના  કોઠાસુઝથી  નકામી વસ્તુઓમાંથી અવનવી આઇટમ બનાવવાનો જબરો શોખ છે. તે નોકરી પુરી કરી સમયનો સદઉપયોગ કરતા, નકામો ફેંકી દેવાયેલ સુકા નાળીયેરની કાચલી તથા તેના છોતરાની પોતાના મેળે સુંદર વસ્તું જેવી કે નાળીયેરની પ્રતિકૃતિનું ટેબલ લેમ્પ, ફાનસ, ચાની કીટલી, રામસાગર, પી.ગી બેન્ક, કાચબો, બગલો, ટેબલ સ્ટેન્ડ વિગેરે આકર્ષક કલર પુરી બનાવી પ્રદર્શન માટે મુકતા લોકો જોવા ઉમટી પડયા છે. તેમની હસ્તકલા જોઇ અભિનંદન સાથે શુભેચ્છા આપી પ્રોત્સાહીત કરી રહયા છે. (૩.૩)

(12:12 pm IST)