સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

જુનાગઢની મહિલા સેવા ટ્રસ્ટે તેની મિલ્કત આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટને અર્પણ કરી

જુનાગઢ તા.:ર૦  આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન છેલ્લાં ૧પ વર્ષથી માનસિક સ્વાસ્થ્ય તથા માનસિક દિવ્યાંગોના  પુનઃ સ્થાપન માટે કાર્યરત સંસ્થા છે.  મહિલા સેવા ટ્રસ્ટ- અમદાવાદ (ઇલાબેન ભટ્ટા દ્રારા સ્થાપીત) સંસ્થા છે જે આતંરરાષ્ટ્રીય કક્ષાએ  કાર્યરત છે. મહિલા સેવા ટ્રસ્ટે આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનની માનસિક સ્વાસ્થ્યની તથા માનસિક દિવ્યાંગોના પુનઃસ્થાપનની કાર્યપ્રણાલીથી પ્રભાવિત થઇ પોતાનું સેવા કેન્દ્ર (મિલકત) જે જુનાગઢમા આવેલ છે તે વિનામૂલ્યે આશાદીપી ચેરીટેબલ ફાઉન્ડેશનને અર્પણ કરેલ છે.

     આ સેવા કેન્દ્ર અર્પણવિધીનો કાર્યક્રમ રેડક્રોસ બિલ્ડીંગ, જુનાગઢમાં યોજવામાં આવેલ. જેમાં સેવા ટ્રસ્ટ ટ્રસ્ટી પ્રતિભાબેન પંડયા, સવિતાબેન પટેલની સાથે કાર્યક્રર દમયંતીબેન પંચાલ હાજર રહેલ. વિશાળ જનસમુદાય સમક્ષ ટ્રસ્ટી શ્રી પ્રતિભાબેને આ મિલકત આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. બકુલ બુચને અર્પણ કરેલ.

         આ પ્રસંગે મુખ્ય મહેતમાન તરીકે નીરૂબેન કાંબલીયા પ્રમુખ સ્થાને આદ્યાબેન મજમુદાર મેયર, અતિથિ વિશેષમાં સુપ્રિટેન્ડીંગ એન્જીનીયર માવાણી, આરોગ્ય વિભાગના ચેરમેન હિમાંશુભાઇ પંડયા, મહિલા સેવા અગ્રણી વિજયાબેન લોઢીયા, ડો. પી.જે.  બુચ, ડો. દેશાઇ, ડો. વારા કલ્પિતભાઇ નાણાવટી, એઙ કિરીટભાઇ સંઘવી, અમીતભાઇ ચરાડવા, પ્રવિણભાઇ ઉપાધ્યાય તથા પ૦ જેટલા મહિલા મંડળના પદાધિકારીઓ, ઇલેકટ્રોનીક પ્રેસ મીડીયા હાજર રહેલ.  કાર્યક્રમનું સંચાલન આશાદીપનાં સંચાલક પુર્ણાબેન હેડાવે અને આભાર વિધી ટ્રસ્ટી કર્મજ્ઞાબેન બુચે કરી હતી. 

(12:09 pm IST)