સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છના મૂલ્યવાન શિલ્પ પ્રતિકો ''શૂરવીર પાળિયાઃ સંપાદક ભાટી એન.

તા.૨૪-૩-૧૯ કંથકોટ ખાતે વિમોચન : ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

વાંકાનેર તા.૨૦: ભારતીય ભાવસૃષ્ટિ અને જીવન મૂલ્યોના શિલ્પ પ્રતિક બનવા પથ્થર પણ શૂરવીરના પાળિયા બનવામાં ગૌરાન્વિત થતો હોય...! અગાઉનાં સમયમાં નાનાં કે મોટા રજવાડાઓ પોતાનું રાજ ચલાવતા તે સમયે ધીંગાણા બહુ જ થતા. પોતાના વ્હાલસોયા પ્રાણની આહુતિ આપનારા 'શૂરવીર'ની ચિરકાળ સુધી યાદ અંકિત રાખવા કલાત્મક પાળિયા ગામને પાદર રાખવામાં આવે છે. આ પાળિયાને કેસરી સિંદુર લગાવીને પુજા-અર્ચના થાય અને જેમનો પાળિયો હોય તેમની શૂરવીરતાની યાદો ત્યાં બેસીને તાજી કરવામાં આવે છે. આવા પાળિયા સૌરાષ્ટ્ર-કચ્છમાં અસંખ્યા છે. પણ કલાત્મક અદ્વિતીય બારીક નકસીકામવાળા અલોૈકિક પાળિયાની મુલ્યવાન તસ્વીરો સાથે આલેખન કરવાનો અવસર મળ્યો છે.

ગુજરાતની ગુર્જરધરામાં મેં ખૂબ જ રજળપાટ કરી છે. તસ્વીરકળા મારો પ્રાણ છે. કેમેરો મારૂ કોમળ હૃદય છે. કિલક...કિલક... તસ્વીરો પડે તે વેળા મારૃં હૃદય ધબકતું હોય તેવી અનુપમ અનુભૂતિની પ્રતિતી તંતોતંત થાય. હું ઓલ રાઉન્ડર ક્રિકેટર જેવો છું....! બોલીંગ, બેટીંગ, ફિલ્ડીંગ બધું જાતે કરૂ અને નિષ્ઠાપૂર્વક કરૃં જેે કાર્ય હું હાથ પર લવ તેમાં સર્વોતમ બેસ્ટ કાર્ય કરવાની ઇચ્છા સેવું ગામડે-ગામડે રખડું એૈતિહાસિક ધરોહરોમાં જે મળે તેને કોહિનૂર હિરા જેમ સાચવું. સૌરાષ્ટ્ર ભાતીગળ અને શોૈર્યભર્યા પ્રદેશની વીરતા, દાતારી, મર્દાનગીમાં બલિદાન આપી ખપી જનાર નરબંકા હોય કે નારી રત્ન જેમણે સમાજ માટે કુટુંબ કાજે ખપી જનારની 'શૂરવીર'તાની ગામને પાદર ખાંભીઓમાં અનેક રંગી ઇતિહાસ વાળિયામાં ઠબરાયને પડયો હોય છે.

હું સૌરાષ્ટ્ર કાઠીયાવાડના ઝાલાવાડ, સોરઠ, હાલાર, ગોહિલવાડ,બરડો,કચ્છ, વાગડ,ના તસવીરી પ્રવાસ કરૃં ત્યારે અમૂક તમૂક કલાનયન પાળિયાઓની તસવીરો લીધેલ અને ખાસું કલેકશન ખરૃં તેમાની એક તસવીર સ્થાનિક છાયામાં પ્રસિધ્ધ થતા, ગુજરાત કલા પ્રતિષ્ઠિાના મહામંત્રી શ્રીરમણીકભાઇ ઝાપડિયાને આ પાળિયાની તસવીર નિહાળી ખૂશને ઝવેરી જેમ હિરાને પારખે તેમ મારી તસવીર કલાને પારખી ગયાને ''શૂરવીર યાળિયા'' સહ તસવીર બનાવા કહ્યું અને આગ્રંથ એક ઐતિહાસિક દસ્તાવેજી કરણના રૂપમાં તૈયાર થયો છે.

પાળિયા પરના પુસ્તકમાં વિવિધતા લાવા મેં કલાશ્રેત્રના કલા સમિક્ષકો, લોક સાહિત્યકારો, ઇતિહાસવિંદો, પાસે જઇને પાળિયાઓની માહિતી મેળવી લેખો લખાવી શિલ્પકલાનો અભ્યાસ કરતા કલાર્થીઓના કલાજીવનમાં ઉપયોગી બની શકે તે માટે દરેક વિસ્તાર કે પ્રદેશની તલસ્પર્શી માહિતીઓ આપી છે 'શીૂરવીર પાળિયા'પુસ્તકમાં કે.કા.શાસ્ત્રી, જોરાવરસિંહ જાદવ, નરોતમ પલાણ ચિત્રકાર ખોડિદાસ પરમાર જાણીતા ઇતિહાસવિંદ્દ ડો.પ્રધુમ્નભાઇ ખાચર, જયમલ્લ પરમાર, હરિશંકર શાસ્ત્રી, અરવિંદ આચાર્ય, નાજાભાઇ વાળા, નંદલાલ જગોદડિયા, સુરેશભાઇ કે.દવે. પિંગળશીભાઇ ગઢવી, મીરનાનું કુંદા, માધવ રામાનુજ, જયેન્દ્ર શેખડીવાળા, બળદેવભાઇ નરેલા, ઝવેરીલાલ મહેતા, ભુજના દલપતભાઇ દાણીધારીયા, લકિરાજસિંહ ઝાલાને વાગડનો સહવિસ્તૃત આલેખન મહાદેવ બારડ ડો.કુમારપાળ દેસાઇ ઉષા ઉપાધ્યાય આ મૂલ્યવાન દસ્તાવેજી કરણમાં ૨૧૮ જેટલી તસ્વીરો સ્થાન મારી પામી છે. શૂરવીર પાળિયા કલાગ્રંથ ભાગ ૨૫નું સંપાદન કરીને વીરભૂમિના શૂરવીરોને અંજલિ આપવાનું કાર્ય કરીયું છે. ૧૧૦૦ જેટલી નકલ ગુજરાત કલા પ્રતિષ્ઠાને છાપી તેને વિનામૂલ્યે ઘેર બેઠા કલાકારો, લેખકો મહાનુભવોને મોકલાશે આ બુકોના સ્પોન્સર EXCEL CROP CARE LIMITED દ્વારા થયેલ છે. મૂલ્યઃ- અમૂલ્ય રાખી છે. તા.૨૪-૩-૨૦૧૯ના રોજ કચ્છના કંથકોટ ખાતે અમૂલ્ય રાખી છે. તા.૨૪-૩-૨૦૧૯ના રોજ કચ્છના કંથકોટ ખાતે આ પુસ્તકનું વિમોચન થવાનું છે ભાટી એનની કાબીલે તારીફ કલા સૂજ વાળુ પુસ્તક અનુપમ અલૌકિક છે.

:આલેખનઃ

ભાટી એન

 (ફોટોજર્નાલિસ્ટ)

 

(12:07 pm IST)