સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

ભાણવડઃ કાર ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રીને ઇજા

ખંભાળીયા તા.૨: ભાણવડના મેવાસા વાડી વિસ્તારમાં રહેતા પરબત રણમલભાઇ જોગલ (ઉવ.૫૦) તથા તેમની પુત્રી ચેતનાબેન સાંજના સમયે ભાણવડથી મેવાસા જતાં હોય તે સમયે ભાણવડ રેલ્વે સ્ટેશન રોડ પર સામેથી પુરપાટ ઝડપે આવતી જીજે.૨૫ જે ૯૮૭૮ નંબરના કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર પિતા પુત્રી પડી જતા ઇજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી કાર ચાલક નાશી છુટતા ઉપરોકત કાર ચાલક વિરૂધ્ધ ભાણવડ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવેલ છે. પોલીસ દ્વારા કાર નંબરના આધારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરમાં છરી સાથે નિકળતા બે શખ્સોને પોલીસે દબોચ્યા

લોકસભા ચૂંટણીની આદર્શ આચાર સહિતના જાહેરનામાની અમલવારીના પગલે જિલ્લા પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં  આવતા નેફામાં છરી રાખી નિકળેલા રામા અરજણ નાથાણી રહે. રાવલ પેટ્રોલ પંપ પાસે તા.કલ્યાણપુર, મેરૂ કરમણ સાચણ રહે.રાવલ હનુમાન ધાર બંન્ને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.(૧૭.૨)

(12:02 pm IST)