સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

કાલે ધૂળેટી પર્વ નિમિતે દ્વારકાના ટોબર ગામમાં અશ્વ તથા યુવકોની દોડનું ભવ્ય આયોજન

દ્વારકા તા. ર૦ : ટોબર ગામે આગામી તા.ર૧ને ગુરૂવારે ધૂળેટી પર્વના દિવસે બપોરે ૩-૩૦ કલાકથી શ્રી ક્ષત્રિય યુવા વાઘેર સમાજ દ્વારા ખેલ મહોત્સવ ર૦૧૯ અંતર્ગત યુવાનો માટે રેસ તેમજ અશ્વ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

યુવાનો માટે ૮ થી ૧૧ વર્ષના રમતવીરો માટે ૪૦૦ મીટર દોડ, ૧ર થી ૧પ વર્ષના રમતવીરો માટે ૮૦૦ મીટર દોડ ૧૬ થી ર૩ વર્ષના રમતવીરો માટે ૧૬૦૦ મીટર દોડ ર૪ થી ૩ર વર્ષના રમતવીરો માટે ૧૬૦૦ મીટર દોડ તેમજ ૩૩ થી વધુ વર્ષના રમતવીરો માટે પણ ૧૬૦૦ મીટર દોડનું આયોજન કરાયું છે. આ સાથે અશ્વદોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર આયોજન કેર વિસાભા મુરૂભા, માણેક ખેતાભા ખીમાભા, માણેક શુકલભા, ધાંધાભા તથા એકસ આર્મીમેન માણેક રામસંગભા મુંજાભા તથા ટોબર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છ.ે

ઓખામંડળના ખેલપ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.(૬.૧ર)

(11:59 am IST)