સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

વિંછીયાના મોટા હડમતીયામાં બિયરના જથ્થા સાથે એક પકડાયોઃ એલસીબીનો દરોડો

રાજકોટ તા.૨૦: વિંછીયાના મોટા હડમતીયા ગામે એલસીબીએ દરોડો પાડી બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે એલ.સી.બી. પો.ઇન્સ એમ.એન.રાણા તથા સ્ટાફ વિંછીયા વિસ્તારમાં નાઇટ કોમ્બિગમા હતા.તે દરમિયાન પો.કોન્સ. રહીમભાઇ દલને મળેલ હકીકત આધારે મોટા હડમતીયા ગામની સીમમાં આવેલ દનકુ મનુભાઇ ખાચરની વાડીની ઓરડીમાં રેઇડ કરી.

બિયરના ટીન નંગ-૨૭૬ કિ.૨૭,૬૦૦ સાથે પકડી પાડી દનકુ ખાચરને વિંછીયા પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઇ પ્રભાતભાઇ બાલસરા, પોલીસ.કોન્સ.રહીમભાઇ દલ, પો.કોન્સ.હિતેષભાઇ એ.અગ્રાવત, પો.કોન્સ.મયુરસિંહ બી જાડેજા, પો.કોન્સ.વિનયભાઇ રાજપુત તથા પો.કોન્સ.નરેન્દ્રભાઇ દવે શેકાયા હતા.(૧૭.૩)

(11:57 am IST)