સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

વેરાવળ-પાટણ(સોમનાથ) પાલીકા દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારઃ શહેરી વિકાસ વિભાગ દ્વારા તપાસના આદેશ

રસ્તાઓ બિસ્માર અને મંજુર વગરના ટાવરો નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

 

પ્રભાસપાટણ, તા.,૨૦:  સામાજીક કાર્યકર હનીફભાઇ કાલવણી દ્વારા વર્ષે ર૦૧૪ થી ર૦૧૯ સુધી વેરાવળ-પાટણ સંયુકત નગર પાલીકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે તમામ પુરાવાઓ સહિત ઉચ્ચકક્ષાએ કડક રજુઆત કરેલ. સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત (સીસી રોડ, ડામર રોડ, પેવર રોડ વગેરે) સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વ્યકિતગત શૌચાલયો, પે એન્ડ યુઝ શૌચાલયો, નગર પાલીકામાં નવા ભરેલા ઓ.જી.વસ્તારમાં આઉટ ગ્રોથ એરીયામાં સ્ટ્રીટ લાઇટ ફીટ કરવામાં આવેલ ગ્રાન્ટ (રૂા. પપ,૩૬,૪૦૦)માંથી થયેલ કામની તપાસ કરવા, ભુગર્ભ ગટર યોજના અને પાણી પુરવઠા યોજનાને કારણે નુકશાન પામેલ રોડ રસ્તાને રી-સર્ફીગ કરવા માટેે જીયુડીસી તરફથી આપવામાં  આવેલ ગ્રાન્ટની સમીક્ષા કરવા તેમજ વેરાવળ-પાટણ સંયુકત નગર પાલીકાની હદમાં વગર મંજુરીએ મસમોટા ચાલતા મોબાઇલનાં ટાવરો બાબતે તપાસ કરવા મોબાઇલ ટાવર કંપનીઓ પાસાથી શહેરી વિકાસ વભાગનાં પરીપત્ર મુજબ નગર પાલીકા વેરો વસુલ કરે છે કે કેમ વિગેરે બાબતે તમામ મુદાઓની તપાસ કરવા રજુઆતો કરવામાં આવેલ હતી. આ રજુઆતોને સફળતા મળેલ અને શહેરી વિકાસ વભાગ દ્વારા કમિશ્નર મ્યુનીસીપાલીટી એડમીની સ્ટ્રેસનને તપાસનો આદેશ કરેલ છે.

 

 

(12:00 pm IST)