સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

ગારીયાધારનાં વિરડી ગામે જગતપીરદાદા મંદિરે ધુળેટી પર્વે ઉમટતા ભાવિકો

ગારીયાધાર તા. ર૦ :.. વિરડી ગામે ખીમજીભાઇ ગીગાભાઇની વાડીમાં જગતપીર દાદા હિન્દુ - મુસ્લીમ ભાઇચારાનું પ્રતિક બનેલું ધામે આજે સૌ કોઇ ભકતો ધુળેટીના પાવન પર્વે શ્રધ્ધા અને આસ્થાથી જોડાયેલા છે.

જગતપીર દાદાના ઇતિહાસ આજદિન સુધી વર્ણયેલો કે લખાયેલો નથી જેના પરચાઓ અને લોકવાયકાઓની આજે આપણે અહીં વાત કરવાના છીએ.

અહીં વિરડી ગામના વૃધ્ધોને સાંભળવામાં આવેલી અને અનુભવાયેલી લોકવાયકાઓ પ્રમાણે જગતપીર દાદાના ઓટા પર આજદિન સુધી કોઇ સાધુ - સંત - ફકીર રાતવાસો કરી શકયુ નથી.

અહીં જગતપીર દાદા દ્વારા ભકતોની મનોકામના પુર્ણ થતાં ખજૂર અને સાકર પ્રસાદ ચડાવાય છે. તેમજ ધુળેટીના પર્વે ગારીયાધાર, જેસર, દામનગર અને સા. કુંડલા તાલુકાના લોકો પોતાના પુરીથતા સવા ગણો ખજૂરનો પ્રસાદ ચડાવાય છે જે હજારોની મેદનીમાં ચડાવાતો પ્રસાદ અહીં જ ખવાય છે તેમ છતાં બીજા દિવસે અહીં કળીયો જોવા નથી મળતો તેમજ અહીં આજુ બાજુના ખેતરોમાં પણ આજદિન સુધી ખજૂરી ઉગી નિકળી હોવાની ઘટના પણ બની નથી જે જગતપીર દાદાના પરચો છે.

સંધ્યા સમયે ઘણીવાર દાદાના ઓટા પાસે ગુંગળની મહેક આવતી હોય છે. તેમજ મધ્યરાત્રી દરમિયાન ખેતરોમાં પાણી વાળતા ખેડૂતોને શુભ ચોઘડીયાઓ પર મીલરોના નાદ પણ સાંભળવા મળતા હોવાની ઘટનાઓ બને છે.અહીં જગતપીર દાદા ઓટા નજીક છેલ્લા નવ વર્ષથી મહંતશ્રી ધનુબાપુ દ્વારા સેવા-પુજા કરવામાં આવે છે. હાલ અહીં જગતપીર આશ્રમ નિર્માણ પામ્યો છે.

હાલના દિવસોમાં વિરડી ગ્રામજનોના સહયોગથી પવિત્ર અને આનંદમય આશ્રમના સાનિધ્યમાં ભાગવત કથાનું રસપાન કરાવે છે.

(11:39 am IST)