સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા ગ્રુપ - બલ્ક એસએમએસ પર પ્રતિબંધ

મોરબી તા. ૨૦ :ઙ્ગ જિલ્લા મેજીસ્ટ્રેટએ તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવી ગ્રુપ બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ મુકયો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂકા સંદેશ સેવા) તથા સોશ્યલ મીડીયાનો દુરુપ્રયોગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ તેવુ અનુભવ પરથી જણાયેલ છે. અને તેવી જ પરિસ્થિતિ આગામી લોકસભાની ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા ઇસમો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચારસંહિતા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ ન થાય તે માટે મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલીક અટકાવવાની અત્યંત આવશ્યકતા છે.

જેને ધ્યાને લઇ મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી તાલુકા સહિતનાઙ્ગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા ૧૧/૩/૨૦૧૯ થી ૨૭/૫/૨૦૧૯ સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન, બી.એસ.એન.એલ (સેલ વન), રીલાયન્સ, ટાટા મોબાઇલ, એરટેલ, આઇડીયા, વીડીઓકોન, યુનીનોર વિગેરે જેવી કંપનીઓએ મોરબી શહેર સહિત સમ્રગ મોરબી જિલ્લાના વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રકિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે કે કરવા દેશે નહી. તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા ૨૧/૦૪/૨૦૧૯ થી ૨૩/૦૪/૨૦૧૯ સુધી સંપુર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરવાના રહેશે.

(9:35 am IST)