સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

ભેસાણ માર્કેટિંગ યાર્ડની પેઢીએ 40 લાખનું ફુલેકુ ફેરવ્યું વેપારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતનું બંધનું એલાન અપાયું

અનેક વેપારીઓના રૂપિયા ફસાયા :યાર્ડનું તમામ કામકાજ ખોરંભે ચડ્યું

જૂનાગઢ: જિલ્લાના ભેસાણ માર્કેટીંગ યાર્ડની એક પેઢી દ્વારા 40 લાખનું ફૂલેકું ફેરવીને ફરાર થતા યાર્ડના વેપારીઓના રૂપિયા ફસાયા છે અને યાર્ડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેને લઈને યાર્ડના તમામ વેપારીઓ દ્વારા યાર્ડને અચોક્કસ મુદ્દત માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

    ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં એક પેઢી દ્વારા અંદાજિત 40 લાખ કરતા પણ વધુનું ફૂલેકું ફેરવીને પલાયન થઇ જતા યાર્ડના કેટલાક વેપારીઓના રૂપિયા ફસાઈ ગયા હતા. જેને લઈ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થતા વેપારીઓએ મંગળવારથી ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું
    યાર્ડનું તમામ કામકાજ ખોરંભે પડી ગયું હતું. હડતાલ પર ઉતરેલા વેપારીઓ દ્વારા ફુલેકુ ફેરવીને પલાયન થઇ ગયેલી પેઢી દ્વારા તેમની બાકી રહેતી રકમનું ચૂકવણું નહિ કરવામાં આવે ત્યાં સુધી યાર્ડનું કામકાજ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે.

(10:56 pm IST)