સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th February 2020

ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી સહિતના પંદર સભ્યો બિન હરીફ

રાજકોટ,તા.૧૯: ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘની ચૂંટણી તા.૨૩/૩ નેરવિવારના રોજ જાહેર થયેલ હતી.ગોંડલ સંદ્યના શ્રાવક - શ્રાવિકાઓએ ઈલેકશન નહીં પરંતુ સિલેકશન કરી અનુકરણીય કદમ ઉઠાવેલ છે.દર ત્રણ વર્ષે સમગ્ર કારોબારી સદ્દસ્યોની ચૂંટણી યોજાય છે. ચૂંટાયેલ પંદર સદ્દસ્યો સંઘના પ્રમુખ, ઉપ પ્રમુખ, મંત્રી સહિતના હોદેદારો નક્કી કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવિણભાઇ કોઠારી સહિતની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી સુચારૂ સંચાલન સાથે શાસન સેવા કરી રહેલ છે.અત્રે યાદ રહે કે ગોંડલ સંપ્રદાયનું નામ સ્થાનકવાસી સંપ્રદાયમાં આદર એવમ્ સન્માનભેર લેવાય છે.લગભગ અઢીસો સાધુ - સાધ્વીજીઓ કાલાવડથી લઈને કોલકત્ત્।ા,ગોંડલથી લઈને ગાંધીનગર સહિતના ક્ષેત્રોમાં જિનાજ્ઞા મુજબ વિચરણ કરી ગોંડલ સંપ્રદાય અને જિન શાસનની આન - બાન અને શાન વધારી સ્વ - પરના કલ્યાણમાં નિમિત્ત બને છે.

નવ નિયુકત ટીમ પ્રવિણભાઇ કોઠારી (પ્રમુખ), દિલીપભાઈ પારેખ, જીગ્નેશભાઈ વોરા,  મનીષભાઈ દેસાઈ, અમીચંદભાઈ શાહ,  નિલેશભાઈ શાહ, કેતનભાઈ દેસાઈ, જયેશભાઈ બાઘડા, સંજયભાઈ શેઠ, મનોજભાઈ કામદાર, હરેશભાઈ બાખડા,  યોગેશભાઈ બાવીસી, કેતનભાઈ કોઠારી, વિજયભાઈ દોશી તથા પ્રકાશભાઈ દોશી બિનહરીફ થયેલ.

ગોંડલ સંઘની ચૂંટણી પ્રક્રિયામાં ગોંડલ સંદ્યાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારી,તપ ગચ્છ જૈન સંઘના માનદ્દ મંત્રી પંકજભાઈ શેઠ,લોકા ગચ્છ જૈન સંઘના બિપીનભાઈ શેઠ અને ગોંડલ નાગરિક બેંકના પૂર્વ મેનેજર કમલેશભાઈ સંઘાણીએ  સેવા પ્રદાન કરેલ તેમ  યાદિમાં જણાવ્યું છે.

(11:39 am IST)