સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th February 2019

પશ્ચિમ કચ્છના એસપી તરીકે સૌરભ તોલંબિયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો

ભુજ :તાજેતરમાં પશ્ચિમ કચ્છ એસ.પી. તરીકે કાર્યરત એમ.એસ. ભરાડાની બઢતી સાથે બદલી થતાં તેમના સ્થાને પશ્ચિમ કચ્છના એસ.પી. તરીકે આઈપીએસ સૌરભ તોલંબિયાની નિમણૂંક કરાઈ હતી, તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો

   . નવ નિયુક્ત એસ.પી. સૌરભ તોલંબિયાએ પોતાનો ચાર્જ સંભાળતાની સાથે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એસ.પી. સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, પ્રજા માટે તેમના દ્વાર ર૪ કલાક ખુલ્લા છે અને કોઈ પ્રકારની એપોઈન્ટમેન્ટ લેવાની પણ જરૂર નથી, તેવી વાત કરીને તેમણે પોલીસ પ્રજાના મિત્ર તરીકેના સુત્રને સાર્થક કરતો માહોલ ઉભો કર્યો હતો.

   સાથે તેમણે ગેરકાયદેસર કામગીરી નહીં ચલાવી લેવાય તેવી ટકોર કરી હતી. કચ્છ સરહદી વિસ્તાર હોવાથી કચ્છના લોકો રાષ્ટ્રીય એક્તાને સમર્પિત છે. અને લોકો પોલીસને સહકાર આપે તેવી અપીલ તેમણે કરી હતી

(10:40 pm IST)