સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th February 2018

કોડીનાર પાલિકામાં ભાજપે ૨૨ વર્ષનું શાસન જાળવી રાખ્યું

૨૮માંથી ૨૪ બેઠકો ઉપર લહેરાયો ભગવોઃ કોંગ્રેસના ફાળે ફકત ચાર જ બેઠકઃ બે દાયકા પછી પંજો થયો મજબૂતઃ વોર્ડ નં. ૧ માં ઈવીએમ સાથે ચેડા થયાની શંકા દર્શાવાઈ'તી, પણ માન્ય રહી નહિ !!

વિજય સરઘસમાં જોડાયેલા ભાજપના અગ્રણીઓ, કાર્યકરો દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ અશોક પાઠક-કોડીનાર)

 

કોડીનાર, તા. ૨૦ :. અહીંયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૨૮માંથી ૨૪ બેઠકો કબ્જે કરી ૨૨ વર્ષનું શાસન જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસના ફાળે ફકત ૪ બેઠક જ આવતા સુપડા સાફ થયા છે. કોંગ્રેસે ૪ બેઠકો જીતી હોય નગરપાલિકામાં ૨૨ વર્ષના વનવાસ બાદ કોઈ કોંગ્રેસી સભ્યો ચૂંટાયા હોય, ૨૨ વર્ષથી કોંગ્રેસમુકત રહેલી કોડીનાર નગરપાલિકામાં હવે કોંગ્રેસના ૪ સભ્યો વિરોધ પક્ષમાં બેસશે.

ગઈકાલે સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે થયેલી મત ગણતરીમા વોર્ડ નં. ૧ માં ભાજપની પેનલ તથા વોર્ડ નં. ૨માં ૩ બેઠક ભાજપ અને ૧ માં કોંગ્રેસ, એવી જ રીતે વોર્ડ નં. ૩ - ૪ અને ૫ માં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં. ૬ માં ભાજપ-કોંગ્રેસ બન્નેને ૨ - ૨ બેઠકો અને વોર્ડ નં. ૭મા ભાજપ ૩ અને કોંગ્રેસનો ૧ બેઠક ઉપર વિજય થયો છે. આમ કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકોમાં ભાજપે ૨૪ અને કોંગ્રેસે ૪ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. જ્યારે તમામ ૯ અપક્ષ ઉમેદવારોનો કારમો પરાજય થયો છે.

જો કે કોંગ્રેસ પક્ષે વોર્ડ નં. ૧ ની મત ગણતરી દરમિયાન ઈવીએમ સાથે ચેડા થયાની શંકા સાથે મત ગણતરીનો બહિષ્કાર કરી તમામ વોર્ડના કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી નાયબ કલેકટર પ્રજાપતિને આવદેનપત્ર પાઠવી મત ગણતરી પ્રક્રિયાનો વિરોધ વ્યકત કરી બેલેટ પેપરથી ફેર મતદાન કરવાની માંગણી કરી તમામ ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યુ હતું.

આ અંગે ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતુ કે, ઈવીએમ લવાયા બાદ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના નામ નખાયા બાદ દરેક લોકોએ સિલ કર્યા હતા. મતદાન પૂર્ણ થયા બાદ કોેંગ્રેસ દ્વારા ઈવીએમ મશીન, સ્ટ્રોંગરૂમ અને સ્ટ્રોંગરૂમની બારીઓને પણ ચૂંટણી પંચના સિલ સાથે સિલ કરી હતી. જે આજે ગણતરીના દિવસે તમામ ઉમેદવારોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે અંકબંધ સીલ સાથેનું સ્ટ્રોગરૂમ સીલ ચકાસણી બાદ સ્ટ્રોંગરૂમ બોલી અને ત્યારબાદ મગણતરી શરૂ કરાઇ હતી. સ્ટ્રોંગરૂમ જયારે સલામત હોય તો ઇવીએમમાં ચુેડા થવાની કોઇ સંભાવના નથી.

વોર્ડ નં.ર અને વોર્ડ નં.૭માં ભાજપના ઉમેદવારની વધુ મત મળ્યા હોવા છતા હારેલા જાહેર

મણગતરીમાં વોર્ડ નં.રમાં ભાજપના શાહીનાબાનુ આસીક શેખને ૧૦૯૧ મત મળ્યા હોવા છતા ૮૧૮ મત મેળવનાર કોંગ્રેસના બચુ કાનાભાઇ બારડને પછાત ર્વ બેઠક માટે રાખી વિજેતા જાહેર કરાયા હતા.

જયારે વોર્ડ નં. ૭માં પણ ભાજપના વર્ષાબેન અશ્વિનભાઇ બારડને ૧૮૬૦ મત મળ્યા હોવા છતાં કોંગ્રેસના ભરતભાઇ નાથાભાઇને માત્ર પ૭૬ જ મત મળ્યા છતાં અનુસુચિત જાતી બેઠક માટે અનામત રાખી વિજેતા જાહેર કરાયા હતા. ચૂંટણી પંચના આ નિયમો કોઇને ન સમજાતા મત ગણતરી સ્થળ ઉપર હાજર લોકો આશ્ચર્યચકિત થયા હતાં.

અત્રે નોંધનીય છ ેકે વોર્ડ નં.૧માં રાણીબેન માનસીંગભાઇ જાદવ, લલીતાબેન પ્રકાશભાઇ ડોડીયા, સુભાષ વિરભણભાઇ ડોડીયા, અતુલ ગંગદેવ તથા વોર્ડ નં.૨માં અનિતાબેન નારણભાઇ બારડ, રમેશ લખમણ બાંભણીયા, લક્ષ્મીબેન મનુભાઇ રાઠોડ, બચુ કાનાભાઇ બારડ (કોંગ્રેસ) તેમજ વોર્ડ નં.૩માં અલીરઝા (જાળદબાપુ)નકળ, કુલસનબેન અનીસભાઇ પાણાવઢુ, દાદાબાપુ ટાવરબાપુ કાદરી, ફાતમાબેન રફીકભાઇ જુણેજા તેમજ વોર્ડ નં.૪માં ઇદ્રબાલખાન દાઉદખાન પઠાણ, દિપક બાલુભાઇ દમણીયા, લાભુબેન ગોપાલભાઇ ચુડાસમા-સિમાબેન રમેશભાઇ બજાજ વોર્ડ નંં.૫માં કવિતાબેન નરેન્દ્ર જાની, નિલમ બસીર શેખ, મનુભાઇ મેરામણભાઇ મેર, સાજીદબાપુ ભીખુબાપુ કાદરી અને વોર્ડ નં.૬માં દક્ષાબેન નારણભાઇ ડાભી, લાભુભાઇ બાલુભાઇ વાઢેલ, મહેશ પિઠાભાઇ કાળીયા (કોંગ્રેસ),દિવ્યાબેન રમેશભાઇ (કોંગ્રેસ) સહિત વોર્ડ નં.૭માં પ્રતાપભાઇ હમીરભાઇ સોલંકી, પ્રતીભાબેન પ્રેમજીભાઇ મેર, રૂકસાનાબેન જાવીદભાઇ જુણેજા અને ભરત નાથાભાઇ કાતીરા (કોંગ્રેસ) વિજેતા થયા છે.

કોંગ્રેસના તમામ ૮ મુસ્લીમ ઉમેદવારો હાર્યા, ભાજપના ૮ મુસ્લીમ સભ્યો ચૂંટાયા !

કોડીનારઃ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૯ મુસ્લીમ ઉમેદવારો પૈકી ૮ મુસ્લીમો ભારે જંગી લીડથી ચૂંટાયા છે. જ્યારે કોંગ્રેસના તમામ ૮ મુસ્લીમોનો કારમો પરાજય થયો છે.

જેમા વોર્ડ નં. ૩ માં અલીરઝા (જાહીદબાપુ) સગીર હુસેન નકવી, કુલસન અનીસ પાણાવઢુ, દાદાબાપુ ટાવરબાપુ કાદરી, ફાતમાબેન રફીક જુણેજા અને વોર્ડ નં. ૪ મા ઈકબાલખાન દાઉદખાન પઠાણ, વોર્ડ નં. ૫ માં નિલમ બસીર શેખ, સાજીદબાપુ ભીખુબાપુ કાદરી અને વોર્ડ નં. ૭મા રૂકસાનાબેન જાવીદભાઈ જુણેજાનો વિજય થયો છે. ગત ટર્મમાં ભાજપના ૭ મુસ્લીમ સભ્યો ચૂંટાયા હતા. જ્યારે આ ટર્મમાં ૮ મુસ્લીમ સભ્યો ચૂંટાતા ૧ બેઠકનો ફાયદો થયો છે.

(11:39 am IST)