સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

આજે ભાવનગરમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ રૂ. ૮૪.૦૯: રાજયમાં સૌથી વધુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૦: પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારામાં સમગ્ર ગુજરાતમાં ભાવનગર મોખરે રહ્યું છે. કુદકે ને ભુસકે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે. આજે પણ ર૪ થી રપ પૈસાનો વધારો નોંધાયો છે. દરમ્યાન સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારામાં ભાવનગર ટોપ ઉપર રહ્યું છે. ગુજરાતનાં ચાર મહાનગરો કરતાં પણ ભાવનગરમાં પેટ્રોલનાં ભાવ વધુ નોંધાયા છે. આજે પેટ્રોલનાં ભાવમાં નોંધાયેલા વધારા સાથે ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૮૪.૦૯ સુધી પહોંચી જતાં ભાવ વધારામાં ભાવનરગ મોખરે રહ્યું છે. જયારે ગુજરાતનાં ચાર મહાનગરો અમદાવાદમાં ૮ર.પપ, સુરતમાં ૮ર.પપ, રાજકોટમાં ૮ર.૩ર અને વડોદરામાં રૂ. ૮ર.ર૧ નોંધાયા છે. આમ ભાવનગર પેટ્રોલનાં ભાવ વધારામાં સૌથી ટોપ ઉપર છે.

(2:49 pm IST)