સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

નલીયા પ.૮ ગિરનાર પર્વત ઉપર ૬ ડિગ્રી ઠંડીઃ અન્યત્ર ઠંડકમાં રાહત

રાજકોટ તા. ર૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીમાં રાહત યથાવત છે આજે કચ્છના નલીયામાં પ.૮ લઘુતમ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૬ ડિગ્રી રાજકોટમાં ૧ર.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ આજે ગિરનાર પર્વત ખાતે ૬ ડિગ્રી અને જુનાગઢમાં ૧૧ ડિગ્રી ઠંડી નોંધાતા સામાન્ય જનજીવનને અક્ષર થઇ હતી.

છેલ્લા એક અઠવાડીયાથી ઠંડીએ પગદંડો જમાવ્યો છે. મકરસંક્રાંત પછી પણ ઠંડીનું જોર યથાવત રહ્યું છે.

આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું જયારે ગિરનાર પર તાપમાનનો પારો ૬ ડિગ્રીએ સ્થિર થયો હતો.

સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહેતા ધુમ્મસનું પણ આક્રમણ થયું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૪ કિ.મી.ની રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

નલીયા

પ.૮

ડિગ્રી

ગિરનાર પર્વત

૬.૦

ડિગ્રી

અમદાવાદ

૧૩.૩

ડિગ્રી

ડીસા

૧૪.૦

ડિગ્રી

સુરત

૧૬.૮

ડિગ્રી

રાજકોટ

૧ર.૧

ડિગ્રી

કેશોદ

૧૦.૪

ડિગ્રી

ભાવનગર

૧ર.ર

ડિગ્રી

વેરાવળ

૧૬.૪

ડિગ્રી

ઓખા

૧૬.૦

ડિગ્રી

ભુજ

૧૦.૯

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૩.૮

ડિગ્રી

ન્યુ કંડલા

૧ર.પ

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૦.૧

ડિગ્રી

અમરેલી

૧ર.૪

ડિગ્રી

ગાંધીનગર

૧ર.૦

ડિગ્રી

મહુવા

૧ર.૯

ડિગ્રી

દિવ

૧૩.ર

ડિગ્રી

જુનાગઢ

૧૧.૫

ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૩.૯

ડિગ્રી

(1:08 pm IST)