સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

માંગરોળના સાંગાવાડાથી દિવાસાની વચ્ચે ગેરકાયદેસર ખાણ પર પોલીસ- અને ખાણખનીજના દરોડાઃ ભુમાફીયાઓમાં ફફડાટઃ લાખોની મશીનરી સીઝ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ : જુનાગઢ જિલ્લાના માંગરોળના શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંગાવાડા અને દિવાસા વચ્ચે ગૌચર જમીન પર ગેરકાયદેસર લાઇમસ્ટોનની ખાણ ચાલતી હોવાની બાતમીના આધારે જુનાગઢ રેન્જના ડીઆઇજીપી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસ.પી.શ્રી રવિતેજા વાસમ સેટ્ટીની સુચનાથી ડીવાયએસપી શ્રી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ શીલ પોલીસ સ્ટેશનના પીએઆઇ આર.પી.ચુડાસમાં તથા ઉમેશભાઇ વેગડા સહિતના સ્ટાફે દિવાસા અને સાંગાવાડા વચ્ચે ગૌચરની જમીનમાં ચાલતી ખાણ રેઇડ કરી ઘટના સ્થળેથી ૩ પથ્થર ભરેલા ટ્રક અને ૯ ચકરડી મશીન વીજકેબલ સહીત વસ્તુઓ સીઝ કરી ખાણખનિજ વિભાગ તેમજ પોલીસ દ્વારા ખાણખનિજ વિભાગની માપણી બાદજ આંકડો બહાર આવશે પરંતુ લાખો રૂપિયાની લાઇમસ્ટોનનુ ખનન કરવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે અને લીઝ ધારક જગદિશભાઇ ડાકીએ કાયદેસરની લીઝ સિવાય જમીનમાં ખનન કર્યું હોવાનું તપાસમાં ખુલ્યુ હોવાનુ શીલના પીએસઆઇ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

(1:04 pm IST)