સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

મોરબી બુધ્ધનગરમાં ગેસ લિકેજથી ભડકોઃ ઓરિસ્સાના ત્રણ ભાઇ બહેન દાઝી ગયા

૧૫ વર્ષની શકુંતલા, ૫ વર્ષની અનુશ્રી અને ૭ વર્ષના કરૂણાશંકરને રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૦: મોરબીના બુધ્ધનગરમાં ફોરમ ટાઇલ્સ પાસે રહેતાં અને ટાઇલ્સની ફેકટરીમાં પાંચેક દિવસથી મજૂરીએ આવેલા મુળ ઓરિસ્સાના બોમોદેત પંડિતના ત્રણ સંતાન ગેસ લિકેજથી ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

બોમોદેત પંડિત અને તેના પત્નિ કામ પર હતાં. તેની દિકરી શકુંતલા (ઉ.વ.૧૫) ગેસ પર રસોઇ બનાવી રહી હતી ત્યારે ગેસ લિકેજથી આગ લાગતાં તે તથા તેની બહેન અનુશ્રી (ઉ.વ.૫) અને ભાઇ કરૂણાશંકર (ઉ.વ.૭) દાઝી જતાં ત્રણેયને  વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(1:17 pm IST)