News of Wednesday, 20th January 2021
ધોરાજી વોર્ડ નં.૫નાં પાલિકા સદસ્યા ઇલાબેન માવાણીનું કારોબારી સભ્યપદેથી રાજીનામું
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૨૦: ધોરાજી વોર્ડ નં.૫નાં પાલિકાના સદસ્ય ઇલાબેન બાવનજીભાઇ માવાણીએ કારોબારી સમિતીના સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ છે.
કારોબારી સમિતીમાં લાયકાત પ્રમાણે કોઇ વિષય વસ્તુનું જ્ઞાન ન હોવાથી રાજીનામુ આપ્યાનું ઇલાબેન માવાણીએ જણાવ્યું છે.
રાજીનામાનો પત્ર ચિફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રી ધોરાજી પાલિકાને મોકલી દીધો છે.
(12:54 pm IST)