સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

કુલ ૩ ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પોલીસ દ્વારા પકડી પાડયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ :  તાલુકા પોલીસ સ્ટેશનના દેશીદારૂના એક ગુનામાં તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મારામારીના બે ગુનામાં એમ કુલ ૩ ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

મોરબીના લોકલ ક્રાઈમ બ્રાંચના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ના જુદાજુદા ગુનામાં નાસતો ફરતો આરોપી બાબુભાઈ દેવશીભાઇ વાટીયા/કોળી ઉ.વ ૪૦ રહે. ગારીડા તા. રાજકોટ વાળો ચોટીલા ગામે હાજર છે તેવી બાતમી મળતા તુરંત જ વર્કઆઉટ કરી છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ચોટીલાના નાળિયેરી ગામ થી પકડી પાડી આગળની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવી છે.

(11:54 am IST)