સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

પોરબંદરની કેમીકલ્સ ફેકટરીમાંથી ર૬ હજારની કેબલ ચોરી કરનારા ૩ આરોપીઓ ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :.. સૌરાષ્ટ્ર કેમીકલ્સના ડીવીઝન સ્ક્રેપ યાર્ડમાંથી ર૬૭૦૦ નો કેબલ ચોરી કરનારા ૩ આરોપીઓને એસઓજીએ ગણતરીના કલાકોમાં પકડીને ગુન્હા નોંધેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની એ પોરબંદર જીલ્લામાં વણશોધાયેલ મીલ્કત સબંધીત ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેકટર કે. આઇ. જાડેજા તથા પો. સબ.ઇન્સ. એચ. સી. ગોહીલ નાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે પો. ઇન્સ. તથા પો. સબ. ઇન્સ. તથા એસ. ઓ. જી. ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન એ. એસ. આઇ. કે. બી. ગોરાણીયા તથા પો. કોન્સ. વિપુલ મેરામભાઇ બોરીચાને બાતમી મળેલ કે કમલાબાગ પો. સ્ટે. માં કલમ ૩૮૦, ૪પ૪, ૪પ૭ મુજબનાં કામનાં આરોપીઓ બીરલા રોડ આર. જી. ટી. કોલેજના ગેઇટ સામેથી ચોરીનો મુદામાલ લઇને નીકળવાના હોવાની હકિકત આધારે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન (૧) જગદીશ મનસુખ મણીયાર ઉ.ર૬ રહે. કુંભારવાડા (ર) લખન નાનજી મણીયાર ઉ.ર૩ રહે. નવો કુંભારવાડા શેરી (૩) વિજય રમેશ જંડારીય ઉ.ર૦ જુની ખડપીઠ પાછળ વાળાઓને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ નંબર જીજે-રપ એસી. ૪રર૦ માં ચોરીનો કોપર વાયર ૪૪.પ મીટર કી. રૂ. ર૬૭૦૦ ના સાથે લઇ નીકળતા પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરી સૌરાષ્ટ્ર કેમીકલ્સના સ્ક્રેપ યાર્ડમાં કેબલ ચોરીનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે. અને આરોપીઓનો કોવિડ-૧૯ રીપોર્ટ કરાવવા તજવીજ કરી કમલાબાગ પો. સ્ટે. માં સોંપવામાં આવેલ છે.

(૧) જગદીશ મનસુખ મણીયાર વિરૂધ્ધ કીર્તી મંદિર પો. સ્ટે. જૂગારધારા તથા (ર) લખન નાનજી મણીયાર વિરૂધ્ધ કીર્તી મંદિર પો. સ્ટે. મારામારીનો ગુન્હા અગાઉ નોંધાયેલ છે. આરોપીઓને પકડવાની કામગીરીમાં પીઆઇ કે. આઇ. જાડેજા પીએસઆઇ એચ. સી. ગોહીલ તથા એએસઆઇ એમ. એમ. ઓડેદર, કે. બી. ગોરાણીય હેડ કોન્સ્ટેબલ મહેબુબખાન બેલીમ, સરમણભાઇ સવદાસભાઇ,  તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીય, સમીરભાઇ, જુણેજા, મોહીત ગોરાણીયા, સંજયભાઇ ચૌહાણ, ડ્રા. માલદેભાઇ મુળુભાઇ રોકાયેલ હતાં.

(11:53 am IST)