સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

શનીવારે ડો. ભરત બોઘરાનું જસદણમાં સન્માન

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ર૦ :.. જસદણના વર્તમાન ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ જસદણ મત વિસ્તારના ધારાસભ્ય રાજયની સરદાર સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાને આગામી તા. ર૩ ને શનિવારે બપોરે ૩ વાગ્યે હજજારો શહેરીજનો સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ફુલડે વધાવી અભૂતપૂર્વ અને ઐતિહાસીક સન્માન કરશે આ અંગે તડામાર તૈયારીઓ થઇ રહી છે.

અઠવાડીયા પહેલાં ગુજરાત ભાજપને વિશ્વાસપૂર્વક પ્રદેશમાં ઉપાધ્યક્ષનો હોદો આપેલ તે બદલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ડો. બોઘરાનું સન્માન ઠેરઠેર થઇ રહ્યું છે ત્યારે આગામી શનિવારે ભૂમિ જીનીંગ ખાતે જસદણના વિવિધ લોકો સંસ્થાઓ તેમનું સન્માન કરી ઋણ ચુકવશે જસદણ - વીંછીયા પંથકમાં અબજો રૂપિયાના વિકાસના કામો કરનારા ડો. ભરતભાઇ ભાજપમાં ર૦૦૯ થી સક્રિય રહી બન્ને તાલુકાના પ્રજાજનોના સુખ દુઃખમાં ભાગીદાર બનતાં રહ્યા છે અને લોકો સાથે જીવંત સંપર્કમાં છે.

જેને લઇને જસદણ - વિંછીયા પંથકની વિવિધ રાજકીય, સામાજિક, સેવાકિય, વૈદકીય, સહકારી, શૈક્ષણીક, ધાર્મિક, વિવિધ જ્ઞાતિ મંડળો, વેપારીઓ, ડો. ભરતભાઇનું હૃદયપૂર્વક સન્માન કરશે.

(11:52 am IST)