સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

હળવદ પંથકમાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૦ : રાજ્યના ડીજીપીની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા રાજ્યમાં ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદમાં શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી જયંતી વસ્તા પરમાર (ઉ.વ.૩૯) રહે મિયાણી તા. હળવદ વાળો હાલ ચોટીલા કમલ વિદ્યાલય હોસ્ટેલમાં હોવાની બાતમીને પગલે આરોપીને ઝડપી લઈને હળવદ પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે. જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી તેમજ પેરોલ ફર્લો સ્કવોડના રસિકભાઈ ચાવડા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, હરેશભાઈ સરવૈયા, હીરાભાઈ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી.

 માળિયાના નીરૂબેનનગરમાં અલીમામદ ગુલામમયુદિનના પડી ગયેલ મકાનમાં દારૂ હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં એલસીબી ટીમે દેશી દારૂ લીટર ૮૦ કીમત રૂ ૧૬૦૦ અને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૩ કીમત રૂ ૯૦૦ સહીત કુલ રૂ ૨૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી તાજમહમદ ક્રીમ સંઘવાણી (ઉ.વ.૨૫) રહે જુના રેલ્વે સ્ટેશન માળિયા વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી અલીમામદ ગુલામમયુંદિન સંઘવાણી રહે નવાગામ માળિયાવાળો હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(11:49 am IST)