સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

મોરબીના સરતાનપર રોડ ઉપરથી ૭ વર્ષની બાળાનું અપહરણ

અજાણ્યા શખ્સો ઉઠાવી ગયાની પરપ્રાંતીય માતા - પિતાની પોલીસમાં ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિક નજીકથી અજાણ્યા માણસ દ્વારા ૭ વર્ષની બાળકીની અપહરણ કરી લઇ ગયો હોવાની માહિતી મળતા પોલીસે તપાસ આદરી છે તો આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી છે

મળતી માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિકમાં રહેતા અને મૂળ-ખરાડી ફળિયા, તા.જાંબુવા મધ્યપ્રદેશના રહેવાસી લલિત પુંજાભાઈ ખરાડીની દીકરી (ઉ.૭ ૧૮ દિવસ) વાળી સગીર વયની હોય અને તેના માતા-પિતા કારખાનામાં આઉટ ટેબલમાં કામ કરતા હતા ત્યાં બાજુમાં રમતી હોય ત્યારે તેણી કોઈપણ રીતે કારખાનામાં આજુબાજુમાં ગયેલ હોય અને ત્યાંથી તેણીને કોઈ અજાણ્યો માણસ કોઈપણ કારણોસર અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબી તાલુકા પોલીસને બાળકીના અપહરણ થયાની જાણ થતા જ ચારેકોર તપાસ હાથ ધરી છે અને વધુ તપાસ સી.પી.આઈ આઈ એમ કોઢિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(11:07 am IST)