સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

ગારીયાધારના ભંડારીયામાં ૨ પરિવાર વચ્ચે મારામારી : એરગનથી ફાયરીંગ

મકાન માટેની બોલાચાલી ઉગ્ર થતા બઘડાટી : પાઇપ વડે હુમલો

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર તા. ૨૦ : તાલુકાના ભંડારીયા ગામે બે પરિવારની મકાન બાબતે બોલાચાલી થતા ઉગ્ર વાતાવરણ થતા મારામારી સાથે એરગનથી ફાયરીંગ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભંડારીયા ગામે બે પરિવાર વચ્ચે મકાન બાબતે ઝઘડો થતાં પાઇપ વડે હુમલો થતાં એરગનથી ફાયરીંગ થવા પામ્યું હતું. મુળ ભંડારીયાના વતની હાલ સુરત રહેતા હિંમતભાઇ નાથાભાઇ બોરીચા ગારીયાધાર ખાતેના ભંડારીયા ગામે કારજના કામે આવેલા તેમના મકાન લાંબા સમયથી બંધ રહેતા તેઓ મકાનમાં પડેલો સામાન જોવા માટે ઘરમાં પ્રવેશ કરવા જતાં ઘર ઉપર ગેરકાયદેસર કબ્જો કરનાર દેવજીભાઇ અરજણભાઇ બોરીચાએ અમને પ્રવેશ કરવા ન દેતા અને રીવોલ્વર કાઢી અવાજ કર્યો અને બીજો અવાજ કરતા અમોએ જીવ બચાવવા આડા હાથ દેતા કોઇ જાનહાની થવા પામી નથી તેમજ તેમના દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરતા હિંમતભાઇ અને તેની પત્નીને મુંઢમાર અને તેમના મામાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્વારા ગારીયાધાર સરકારી દવાખાને ખસેડાયેલ હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

(11:06 am IST)