સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

સુલતાનપુર સાથે એસટી તંત્રને જાણે વેર હોય તેમ વર્ષો જૂનો રૂટ બંધ

ગોંડલ તા.૨૦ : સુલતાનપુર ગોંડલ તાલુકાનું છેવાડે આવેલું જિલ્લાની બોર્ડર પર ની ગામ છે મોટાભાગે અહીં થી જિલ્લા સ્થળે તથા તાલુકા સ્થળે જવા માટે એસટી બસ એક જ વિકલ્પ હોઈ છે જેમાં એસ ટી તંત્ર તરફ થી અવાર નવાર મહત્વ ના રૂટ જે સુલતાનપુર થી પસાર થતા હોય તે રૂટ બદલી નાખવામાં આવી રહ્યા છે અથવા એ રૂટ અવાર નવાર બંધ રખાય છે એસ ટી તત્ર ની બેધારી નીતિથી ગ્રામજનો રોષે ભરાયા છે.

તાજેતરમાં જ વધુ એક રૂટ બગસરા ડેપો દ્વારા બંધ કરેલ છે જેમાં છેલ્લા ૨૦ વર્ષ થી બગસરા રાજકોટ વાયા દેરડી સુલ્તાનપુર થી ચાલતી સવારે ૬ વાગે ઉપડતી ને ૭ વાગે સુલ્તાનપુર આવતી ને રિટન બપોરે ૧૧.૩૦ એ આવતી ને બગસરા જતી એ જિલ્લા તરફ અને રિટલ અમરેલી તરફ જવા માટે ની માત્ર આ એકજ બસ હોઈ જે એક્કા એક બન્ધ કરી દેતા ગ્રામ જનો ને હાલાકી ઉભી થઇ છે

છેલ્લા ૨૦ વર્ષ થી ચાલતી આ બસ માં સુલ્તાનપુર ગામ માં થી રોજ ૨૦ થી ૨૫ લોકો અબડાઉન કરે છે જેમાં ૧૨ વિદ્યાર્થી ૧૦ વ્યાપારીઓ વકીલો વગેરે ૨૫ તો રોજ ના પાસ વાળા છે અન્ય લોકો તો અલગ તેમ છતાં ટ્રાફિક નું બહાનું ધરી ને એકા એક આ રૂટ બન્ધ કરી દેતા વિદ્યાર્થીઓ વ્યાપારી ઓ અને ગ્રામજનો માં રોસ ફાટી નિલળેલ છે આ અંગે સહયોગ મિત્ર મંડળ તથા ગ્રામ પંચાયત દ્વારા સંયુકત રજુવાત ઉછલેવલે કરવા માં આવેલ હતી

તેમ છતાં આજ દિન સુધી આ રૂટ ફરી ચાલુ કરવા માં આવેલ નથી.

આ અંગે બગસરા ડેપો મેનેજર જોષી મેડમ સાથે સાથે જયેશભાઇ દવે એ સમ્પર્ક કરતા તેવોએ ટ્રાફિક નું બહાનું ધરી ને રૂટ બંધ કરેલ છે એવું જણાવેલ સાથે સાથે કહેલ કે સુલ્તાનપુર ગામ થી દેરડી ૩ કી. મી થાય ત્યાંથી દ્યણી બસ મળે વાસ્તવમ માં સુલ્તાનપુર થી દેરડી ૩ નહિ પણ ૧૨ કી મી થાય.

આ અંગે અમરેલી ડિવિઝન અને રાજકોટ ડિવિઝન ને રજુવાત કરાઈ છે જો દિવસ ૧૦ માં ફરી આ રૂટ ચાલુ કરવા માં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરી ગ્રામ જનો રોસ પૂર્વક આંદોલનત્મક કાર્યક્રમો આપતા અચકાશે નહિ તેવું અંત માં સરપંચ દામજી ભાઈ તથા જયેશભાઈ દવે એ સંયુકત રીતે જણાવેલ હતું.

(10:29 am IST)