સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th January 2020

પ્રભાસપાટણ પે.સે.શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટનું ઉદ્ઘાટન

વાલી સંમેલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

પ્રભાસપાટણ તા ૨૦  : પ્રભાસપાટણ પે સેન્ટર શાળામાં જ્ઞાનકુંજ કાર્યક્રમ અંતર્ગત દરેક કલાસમાં લેપટોપ સાથે કનેકટેડ પ્રોજેકટ અને વ્હાઇટ ટચ બોર્ડ દ્વારા જેટ કનેકટેડ સાથે એક ડીજીટલ ઇન્ડીયાનું ડીઝીટલ શિક્ષણની શરૂઆત કરવામાં આવેલ, તેમજ શાળાનાં વિદ્યાર્થીમાં અને શિક્ષકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન પણ રાખવામાં આવેલ, તેમજ આ શાળામાં ૧૯૯૨થી કામ કરતા મણીબેનનો વિદાય સમારંભ રાખવામાં આવેલ, જેમાં આંસુભીના દ્રશ્યો જોવા મળેલ.

પ્રોજેકટનું ઉદ્ઘાટન નગરપાલીકાના સદસ્યોના હસ્તે કરવામાં આવેલ, જયદેવભાઇ જાની, બબીબેન વાળા, રાજુભાઇ ગઢીયા,ના હસ્તે કરેલ અને બ્રહ્મસમાજના પ્રમુખ હિતેન્દ્રકુમાર જોષી, કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયા, સી.જી. ભટ્ટ, જાગૃત વાલી પરાગભાઇ પાઠક, કિશનભાઇ રાઠોડ, તેમજ એસ.એમ.સી.નાં અધ્યક્ષ જશોદાબેન બામણીયા, રામભાઇ, સ્વાતિબેન, બી.આર.સી.કો. ડોડીયા, સી.આર.સી. કાનાભાઇ સોલંકી, સોમનાથ ટ્રસ્ટના ઠાકોરભાઇ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્ય જાગૃતિબેન દેસાઇ, રીયાબેન જોષી, તૃપ્તિબેન ત્રિવેદી, હિતેષભાઇ ભાલોડીયા, જગદીશભાઇ ગોંડલીયા, અમીન ધીરજભાઇ, મીનાબેન દેશાઇ, મંજુબેન કુકડીયા, હંસાબેન ભંડેરી, વર્ષાબેન જોષીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમ પે. સેન્ટર શાળાના આચાર્ય જોખોત્રા પરબતભાઇના માર્ગદર્શનમાં યોજાયો હતો.

(12:03 pm IST)