સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th January 2020

ગોંડલ બાલાશ્રમની ૭ દિકરીઓના શાહી લગ્ન

 ગોંડલઃ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની ૭ દીકરીઓનો શાહી લગ્નોત્સવ યોજાયો હતો. ૭ દીકરીઓના લગ્ન હોય શહેરના નગરપાલિકા, બાલાશ્રમ, વેરી દરવાજા, વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. લગ્નઙ્ગ મંડપો ને પણ અનેરો શણગાર કરવામાંઙ્ગ આવ્યોઙ્ગ હતો. ૭ દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી વચ્ચેશણગારેલ બગીઓ માંઙ્ગ વરદ્યોડો નીકળ્યો હતો. જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.બાલાશ્રમ ખાતે માંડવે જાન પહોંચતા જ વરમાળા યોજાઇ હતી. બાદમાં શાસ્ત્રોકત વિધિથી લગ્નવિધિ કરવામાં આવી રહી છે. રાજકોટના નિલેશભાઇ લુણાગરિયા દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં ૧૦૦ વારનો પ્લોટ આપવામાં આવ્યો છે. લગ્નોત્સવનાં આયોજક પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,મોવડી જયંતિભાઇ ઢોલ,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથાં નગરપાલિકા ની ટીમે જહેમત ઉઠાવી હતીઙ્ગ. આ લગ્નોત્સવમાં ગોંડલના રાજય મંત્રી જયેશભાઇ રાદડિયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઈ ભંડેરી,ઙ્ગ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક,જશુબેન કોરાટ, ડી.કે.સખીયા સહીતઙ્ગ રાજકીય આગેવાનો ઉપરાંત ગોંડલના રાજવી જયોતિન્દરસિહજીઙ્ગ હાજર રહ્યા હતા.જયારે સંતશ્રી પુ.હરીચરણદાસજી મહારાજે ઉપસ્થિત રહી આશિઁવચન પાઠવ્યાં હતાં. આ શાહી લગ્નોત્સવમાં જમણવાર પણ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં અનેક વાનગીઓ માંડવીયા અને જાનૈયાઓને પીરસવામાં આવી હતી. ગઇકાલે મંડપ વિધિ અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના રાજવી જયોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપી આશિર્વાદ આપ્યા હતા.

(11:46 am IST)