ભાયાવદર એટ્રોસિટીના ગુન્હામાં આરોપીને ૧ વર્ષની સજા ફટકારની કોર્ટ
ધોરાજી,તા.૨૦: ધોરાજી સેશન્સ કોર્ટ ભાયાવદર ના આરોપી શખ્સ ને બે વષ ની સજા ફટકારી છે.
ભાયાવદર પોલીસ સ્ટેશનમાં તાબામાં ફરિયાદી ઉકાભાઇ નાથાભાઈ ચૌહાણ અનુસૂચિત જાતિના વ્યકિતએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની વાડી ખાતે ડેમમાંથી પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ અનુસૂચિત જાતિના હોવાનું સારી રીતે જાણતા હોવા છતાં અહીં કેમ ગટર ખોડેકલ છે અહીંયા થી મારે ચાલવાનો રસ્તો છે તેમ કહી આરોપી રાહુલ ભુપતભાઈ એ ફરિયાદીને માથાના ભાગે કુહાડી મારી દીધેલી હતી આ કામમાં કોર્ટ પુરાવો નોંધી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આરોપીને એટ્રોસિટી એકટની કલમ ૩(૨ )૫ એ તથા ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૨૪ મુજબ તકસીરવાન કરાવેલ છે બે વષ ની સજા ફટકારી હતી.