સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th January 2020

જામજોધપુરમાં જુગારનો અખાડો ચલાવતા કોંગી કોર્પોરેટર સહિત પાંચની ધરપકડ

જામજોધપુર તા.ર૦ : શહેરમાં થોડા સમય થયા આરઆર સેલ દ્વારા જાણે કે પડાવ નાંખી હોય તેમ ક્રિકેટના સટ્ટા જુગારના અખાડા પર જબરા ધોચ બોલાવી જામનગરની એલ.સી.બી. અને જામજોધપરના સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડાનો દોર શરૂ કરતા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે.

આરઆરસેલ દ્વારા જામજોધપુર બસ સ્ટેન્ડ રોડ પર દોઢીપાવાડી વિસ્તારમાં વધુ એક જુગારની અખાડો પકડી પાડયો છે. જેમાં કોંગ્રેસના ૧ કોર્પોરેટર સહિત પાંચની ધરપકડ કરાઇ છે.

હરેશ છગનભાઇ માણસરીયા ઉ.૪૮ પટેલ બહારથીમાણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહેલ હોય આરઆરસેલ દ્વારા જુગારધામ સંચાલક સહિત મુકેશ જેરામ કડીપાર ઉ.પ૬ ધંધોખેતી (કોર્પોરેટર કોંગ્રેસ નગરપાલિકા) સુભાષ પરસોતમ સીણોજીયા પટેલ ઉ.પ૯ ધંધો વેપાર ધર્મેશ વીરજીભાઇ મારવીયા, ઉ.૪૯ ધંધો વેપાર મેરાભાઇ કળાભાઇ કડીતરા જાતે રવારા, ઉ.૪૭ ધંધો પશુપાલન રહે. વરાવાડ પ્લોટ જામજોધપુર રસિકભાઇ શીવરામ દવે, બા્રહ્મણ ઉ.૪ર બ્રાહ્મણ રહે. ઉમાપાર્કધંધો ખેતી રોકડ રકમ રૂ.ર,૪ર,૦૦૦ ગંજીપાના, તથા મોટર સાયકલ નં.૩ કિંમત ૬૦,૦૦૦ કુલ ૩,૦ર૧૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે.

(11:45 am IST)