સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

વાંકાનેરના સરતાનપર રોડ પર ડમ્પરે અડફેટે લેતા બાઇકસવાર યુવાનને ઇજા

 

મોરબી : વાંકાનેરના સરતાનપર ગામના રહેવાસી સામજીભાઇ ભીખાભાઈ માણસૂરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આઈશર ડમ્પર નં જીજે ૦૩ ઝેડ ૦૩૪૫ ના ચાલકે સરતાનપર રોડ પર ફરિયાદીના દીકરા કિશાન (..૨૭) ના મોટરસાયકલ નં જીજે ૦૩ એચ એલ ૯૧૧૧ ને t ઠોકરે ચડાવતા કિશનને ઈજાઓ કરી ડમ્પર રેઢું મૂકી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(1:14 am IST)