સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ડુંગરી નજીક બંદુકની અણીયે લૂંટ: ચેન પૂલીંગ કરી આરોપી ફરાર

અજાણ્યા શખ્શો દ્વારા પિસ્તોલ બતાવી આંગડિયાવાળાની બેગ લઈ ફરાર થયાના અહેવાલ

 

ભુજ : મુંબઇથી કચ્છ તરફ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ડુંગરી નજીક પાસ હોલ્ડરના ડબ્બામાં લૂંટની ઘટના બની છે. કોઈ અજાણ્યા શખ્શો દ્વારા પિસ્તોલ બતાવી આંગડિયાવાળાની બેગ લઈ ફરાર થયા હોવાની વાત બહાર આવી છે.વધુમાં જાણવા મળ્યા મુજબ લૂંટ ચલાવીને લૂંટારૂઓ ચેન પૂલીંગ કરીને ફરાર થઈ ગયા હતા . સમગ્ર મામલે રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.છે વધુ વિગત મેળવાઈ રહી છે 

 

(11:09 pm IST)